Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમ્બલ્ડન 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમી ફાઇનલમાં એન્ટ્રી

વિમ્બલ્ડન 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમી ફાઇનલમાં એન્ટ્રી

11 July, 2019 12:26 PM IST | લંડન

વિમ્બલ્ડન 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમી ફાઇનલમાં એન્ટ્રી

સિમોના હાલેપ

સિમોના હાલેપ


બે ભૂતપૂર્વ નંબર-૧ મહિલા ટેનિસ ખેલાડીઓ અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપે મંગળવારે વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિલિયમ્સને પોતાના દેશની એલિસન રિસ્કેનો પડકાર મળ્યો હતો, જ્યારે હાલેપે ચીનની શુઈ ઝાંગને થોડી મુશ્કેલી બાદ હરાવી દીધી હતી. 

serena



સેરેના વિલિયમ્સે વર્ષની ત્રીજી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં ૨ કલાક ૧ મિનિટ સુધી ચાલેલી મૅચમાં રિસ્કેને ૬-૪, ૪-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. રિસ્કેએ સારી શરૂઆત કરી અને પ્રથમ સેટમાં શરૂઆતી લીડ મેળવી લીધી હતી, પરંતુ સેરેનાએ આ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં રિસ્કેએ વિજય મેળવ્યો અને મુકાબલો ત્રીજા સેટ સુધી પહોંચ્યો હતો, જ્યાં ભૂતપૂર્વ વિજેતાએ જીત હાંસિલ કરી હતી.


સેમી ફાઇનલમાં સેરેનાની સામે ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવા હશે જેણે એક અન્ય ક્વૉર્ટર ફાઇનલમાં બ્રિટનની યોહાના કોન્ટાને ૭-૬ (૭-૫)થી પરાજય આપ્યો હતો. બીજી તરફ ચીનની ઝાંગ, હાલેપને પ્રથમ સેટમાં સારી ટક્કર આપવામાં સફળ રહી, પરંતુ બીજા સેટમાં રોમાનિયાઈ ખેલાડી ભારે પડી હતી.

આ પણ વાંચો : આજે જામશે ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના વન-ડેનો એશિઝ જંગ


હાલેપે આ મૅચ ૭-૬ (૭-૪), ૬-૧થી પોતાના નામે કરી હતી.
એલિના સ્વિતોલિના બીજી સેમી ફાઇનલમાં હાલેપની સામે હશે. સ્વિતોલિનાએ અન્ય એક ક્વૉર્ટર ફાઇનલમાં ચેક ગણરાજ્યની કૌરોલિના મુચોવાને હરાવી હતી. સ્વિતોલિનાએ મુચોવાને ૭-૫, ૬-૪થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 12:26 PM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK