આજે જામશે ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના વન-ડેનો એશિઝ જંગ

Published: Jul 11, 2019, 12:19 IST | બર્મિંગહૅમ

સુપ્રીમ ફૉર્મ ધરાવતી ઍરોન​ ફિન્ચની ટીમ પાવરહિટરોથી સજ્જ ઓઇન મૉર્ગનની યજમાન ટીમ સામે ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે, આઇસીસી વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ

ખેલ ખરાખરીનો : નેટ-પ્રૅક્ટિસ કરતા ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગન અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચ. આજે જે જીતશે એ રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામે લૉર્ડ્સમાં ટકરાશે.
ખેલ ખરાખરીનો : નેટ-પ્રૅક્ટિસ કરતા ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગન અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચ. આજે જે જીતશે એ રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામે લૉર્ડ્સમાં ટકરાશે.

છેલ્લાં ૪ વર્ષમાં વન-ડે ક્રિકેટની ટૉપ ટીમ રહેલી ઇંગ્લૅન્ડ અને બૉલ-ટેમ્પરિંગ સ્કૅન્ડલમાંથી બેઠી થયેલી ઑસ્ટ્રેલિયન ટીમ વચ્ચે આજે વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મૅચ બર્મિંગહૅમમાં રમાશે. ડેવિડ વૉર્નર અને સ્ટીવન સ્મિથના ટીમમાં કમબૅકથી કાંગારૂઓએ પોતાના ચિર-પરિચિત અંદાજમાં વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યો છે. યજમાન હોવા છતાં ઇંગ્લૅન્ડે રેકૉર્ડ પાંચ વખતની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવવા સ્પેશ્યલ એર્ફોટ આપવો પડશે.

૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ઇંગ્લૅન્ડની ટીમ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયા પછી આ વર્લ્ડ કપ જીતવાની જોરદાર દાવેદાર છે. ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ઇતિહાસમાં ૬ સેમી ફાઇનલ જીતી છે અને એક મૅચ ૧૯૯૯માં ડ્રામેટિક રીતે ટાઈ થઈ હતી. છેલ્લા ૪ મહિનામાં ઍરોન ફિન્ચની ટીમે ભારતમાં વન-ડે સિરીઝ ૩-૨થી જીતીને ફૉર્મમાં વાપસી કરી હતી. આ વર્લ્ડ કપમાં કાંગારૂ ખેલાડીઓ ગજબના ફૉર્મમાં છે. વૉર્નરે ૬૩૮ અને ફિન્ચે ૫૦૭ રન બનાવ્યા છે, જ્યારે મિચલ સ્ટાર્ક ૨૬ વિકેટ સાથે આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ વિકેટ લેનાર બોલર છે અને પૅટ કમિન્સે ૧૩ વિકેટ લઈને ભરપૂર સપોર્ટ આપ્યો છે. જેસન રૉય અને જૉની બૅરસ્ટો ટીમને અટૅકિંગ સ્ટાર્ટ આપી રહ્યા છે. ૫૦૦ રન બનાવનાર રૂટ ઇંગ્લૅન્ડ વતી હાઇએસ્ટ રન બનાવનાર બૅટ્સમૅન છે. તેણે બે સેન્ચુરી અને ૩ ફિફ્ટી ફટકારી છે. ૪૬૨ રન બનાવનાર બૅરસ્ટોએ બે સેન્ચુરી અને ૨ ફિફ્ટી ફટકારી છે. ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જૉસ બટલરની આક્રમક બૅટિંગ કોઈ પણ ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : World Cup 2019:ધોનીના રન આઉટ પર ઉઠ્યા સવાલ, અમ્પાયર્સ પર નીકળ્યો ગુસ્સો

શૉન માર્શના સ્થાને રમશે પીટર હૅન્ડ્સ્કોમ્બ

ઑસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું કે ઇન્જર્ડ શૉન માર્શના સ્થાને પીટર હૅન્ડ્સ્કોમ્બને વર્લ્ડ કપમાં ડેબ્યુ કરવાનો મોકો મળશે. લેન્ગરે કહ્યું, ‘હૅન્ડ્સ્કોમ્બ ૧૦૦ ટકા રમશે. તે સારા ફૉર્મમાં છે અને મિડલ-ઑર્ડરમાં ટીમને સારું બૅલૅન્સ આપે છે. તે સારા ટેમ્પરામેન્ટમાં છે અને સ્પિન સામે સારી રીતે રમી શકે છે.’ છેલ્લી લીગ મૅચમાં માર્કસ સ્ટોઇનિસને સાઇડ-સ્ટ્રેનની ઈજા થઈ હતી, તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ઇન્જર્ડ ઉસ્માન ખ્વાજાના સ્થાને મેથ્યુ વેડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK