પંત-શ્રેયસની પાર્ટનરશિપ એળે ગઈ: વિન્ડીઝે 8 વિકેટે ભારતને હરાવ્યું, ત્રણ મૅચની સિરીઝમાં લીધી 1-0

Published: Dec 16, 2019, 15:52 IST | Mumbai

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી વન-ડે મૅચમાં ઇન્ડિયન ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે એણે પ્રથમ મૅચ ગુમાવવાનો વારો આવ્યો અને વેસ્ટ ઇન્ડીઝે આ મૅચ આઠ વિકેટે જીતી લીધી હતી.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી વન-ડે મૅચમાં ઇન્ડિયન ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે એણે પ્રથમ મૅચ ગુમાવવાનો વારો આવ્યો અને વેસ્ટ ઇન્ડીઝે આ મૅચ આઠ વિકેટે જીતી લીધી હતી. મહેમાન ટીમના શિમરન હેટમાયર અને શાઇ હૉપની શતકીય ઇનિંગ ટીમ ઇન્ડિયા પર ભારે પડી હતી. હેટમાયરને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝે ભારતને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું અને ભારતે એક નબળી શરૂઆત કરતાં ૨૫ રનમાં લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ ટીમની પારીને ધીમી ગતિએ આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે માત્ર ૩૬ રન કરીને અલ્ઝારી જોસેફનો શિકાર બન્યો હતો. ટૉપ ઑર્ડરના નબળા પર્ફોર્મન્સ બાદ મિડલ ઑર્ડરમાં આવેલા શ્રેયસ ઐયર અને રિષભ પંતે ટીમની પારી સંભાળી હતી અને ચોથી વિકેટ માટે ૧૧૪ રનની પાર્ટનરશિપ કરી હતી. શ્રેયસે ૭૦ રન અને પંતે ૭૧ રન બનાવીને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. આ બન્ને પ્લેયરો આઉટ થતાં કેદાર જાધવે ટીમના સ્કોરમાં ૪૦ રનનું અને રવીન્દ્ર જાડેજાએ ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. ટૂંકમાં ઇન્ડિયાની પારી ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૮૭ રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા મેદાનમાં ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૧૧ રને પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી, પણ ત્યાર બાદ શાઇ હૉપ અને શિમરન હેટમાયરે પારી સંભાળી લીધી હતી. હેટમાયરે ૧૩૯ રનની શતકીય પારી રમીને ટીમની જીતમાં પાયાનું યોગદાન આપ્યું હતું. તેણે કુલ ૧૧ બાઉન્ડરી અને ૭ સિક્સર ફટકારી હતી. શાઇ હૉપ પણ નૉટઆઉટ ૧૦૨ રનની પારી રમ્યો હતો, જેમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાનો સમાવેશ હતો. બીજી વિકેટ માટે હેટમાયર અને શાઇ હૉપ વચ્ચે ૨૧૮ રનની પાર્ટનરશિપ થઈ હતી જેને તોડવામાં મોહમ્મદ શમીને સફળતા મળી હતી. ત્યાર બાદ નિકોલસ પૂરને નૉટઆઉટ ૨૯ રન બનાવ્યા હતા. વિન્ડીઝ પ્લેયરોની ધમાકેદાર પારીને લીધે તેમણે ૪૭.૫ ઓવરમાં ૨૯૧ રન બનાવીને મૅચ પોતાના નામે કરી લીધી હતી. ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી વન-ડે ૧૮ ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. ત્રણ મૅચોની સિરીઝમાં જળવાઈ રહેવા ભારતે એ મૅચ જીતવી જરૂરી છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોનો ભારત સામેનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર

રન     પ્લેયર            જગ્યા વર્ષ
152* ડેઝમન્ડ હેન્સ    જ્યૉર્જટાઉન 1989
149* ચંદરપૉલ          નાગપુર 2007
149   વિવિયન રિચર્ડ્સ જમશેદપુર 1983
140   ક્રિસ ગેઇલ        અમદાવાદ 2002
130   શિમરન હેટમાયર ચેન્નઈ 2019

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK