આવતાં વર્ષોમાં મારે મનપ્રીત જેવું સારું રમવું છે : હાર્દિક સિંહ

Published: Sep 05, 2020, 13:27 IST | Agencies | Bangalore

ઇન્ડિયન મેન્સ હોકી ટીમના મિડફીલ્ડર હાર્દિક સિંહનું કહેવું છે કે હું દેશ માટે મનપ્રીત સિંહ જેવું રમવા ઇચ્છું છું.

હાર્દિક સિંહ
હાર્દિક સિંહ

ઇન્ડિયન મેન્સ હોકી ટીમના મિડફીલ્ડર હાર્દિક સિંહનું કહેવું છે કે હું દેશ માટે મનપ્રીત સિંહ જેવું રમવા ઇચ્છું છું. ભારત માટે તે અત્યાર સુધી ૩૭ મૅચ રમ્યો છે જેમાં કેટલીક અગત્યની સિરીઝનો પણ સમાવેશ છે. આ વિશે હાર્દિકે કહ્યું કે ‘ઑલિમ્પિકમાં આગળ વધવા માટે અમે ઘણી મહેનત કરી હતી. મને ઘણી ખુશી છે કે એફઆઇએચ હૉકી ઑલિમ્પિક ક્વૉલિફાયરમાં અમે સફળ રહ્યા. હું ઑલિમ્પિકમાં ટીમનો એક રેગ્યુલર પ્લેયર બનવા માગું છું. છેલ્લા કેટલાક મહિનામાં મારી ગેમ પર કામ કરી રહ્યો છું અને મારી ક્ષમતા પણ વધારી રહ્યો છું. મિડફીલ્ડરમાં અમારી પાસે ઘણા સારા પ્લેયર્સ છે અને અમે એકબીજા સાથે વાતો કરતા રહીએ છીએ. ફૉર્વર્ડ્સ અને ડિફેન્ડર્સ વચ્ચે અમે કડીનું કામ કરીએ છીએ અને મને ખુશી છે કે અમે મનપ્રીત સિંહ જેવા પ્લેયર સાથે રમીએ છીએ, જેણે ટીમને પોતાનું સર્વસ્વ આપી દીધું છે. તે આખું ગ્રાઉન્ડ સારી રીતે કવર કરે છે અને હું આશા રાખું છું કે આવનારાં વર્ષોમાં હું તેના જેવી સારી રમત રમી શકું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK