વિરેન્દ્ર સહેવાગની પત્નીએ લગાવ્યો બિઝનેસ પાર્ટનર પર છેતરપિંડીનો આરોપ

Published: Jul 13, 2019, 15:03 IST

આરતી સહેવાગના દાવા અનુસાર તેના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લીધી છે અને હવે તે ચૂકવી નથી રહ્યા.

પત્નીએ લગાવ્યો બિઝનેસ પાર્ટનર પર છેતરપિંડીનો આરોપ
પત્નીએ લગાવ્યો બિઝનેસ પાર્ટનર પર છેતરપિંડીનો આરોપ

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતીએ તેના બિઝનેસ પાર્ટનર સામે દિલ્હી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આરતીના દાવા અનુસાર તેના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લીધી છે અને હવે તે ચૂકવી નથી રહ્યા. પોલીસ ફરીયાદ અનુસાર બિઝનેસ પાર્ટનરનું નામ રોહિત કક્કડ કહેવામાં આવી રહ્યું છે.

આરતી અનુસાર, તે રોહિત કક્કડ નામના એક વ્યક્તિ સાથે એક ફર્મમાં બિઝનેસ પાર્ટનર બની હતી. આ ફર્મ દિલ્હીના અશોક વિહારમાં આવેલી છે. આરતી સહેવાગનો આરોપ છે કે, રોહિત કક્કડ સહિત અન્ય 6 લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ ફર્મના લોકોએ વિરેન્દ્ર સહેવાગના નામનો દુપઉપયોગ કર્યો હતો અને બીજી ફર્મ પાસેથી 4.5 કરોડ રૂપિયાની લોન લીધી હતી જેની માટે આરતી સહેવાગની ખોટી સહી કરી હતી.

આરતી સહેવાગનો આરોપ છે કે, જ્યારે તે પાર્ટનરશિપ બની ત્યારે વાત થઈ હતી કે, તેમની પરવાનગી વગર કોઈ પણ કામ કરવામાં આવશે નહી. વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગની ફરીયાદ અનુસાર દિલ્હી પોલીસે 420નો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સેમી ફાઇનલમાં કેમ હારી ગયા? જવાબ આપો

આ પહેલા આરતી સહેવાગને 2.5 કરોડનો ચેક બાઉન્સ થવા મામલે અરેસ્ટ કરવામાં આવી હતી જો કે, ત્યારબાદ તેને જમાનત આપવામાં આવી હતી. ચેક બાઉન્સ થવા મામલે આરતીને કોર્ટમાં પણ હાજર રહેવું પડ્યું હતું. આરતી ફળોના ઉત્પાદનો સાથેની કંપની SMJK એગ્રોની પાર્ટનર છે. હાલ પોલીસે રોહિત કક્કડ અને અન્ય સાથીઓ સાથે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK