સેમી ફાઇનલમાં કેમ હારી ગયા? જવાબ આપો

Published: Jul 13, 2019, 08:39 IST | મુંબઈ

પરાજયથી હેબતાઈ ગયેલું ક્રિકેટ બોર્ડ કમિટી રચશે અને એ કમિટી સામે કૅપ્ટન અને કોચે હાજર થઈને જવાબ આપવા પડશે

ક્રિકેટ વર્લ્ડ કપ 2019
ક્રિકેટ વર્લ્ડ કપ 2019

ત્રણ મહત્ત્વના સવાલ પર થશે ચર્ચા

૧. છેલ્લી સિરીઝ સુધી અંબાતી રાયુડુ ચોથા ક્રમનો જોરદાર દાવેદાર હતો તો અચાનક તેને બહાર કેમ કરવામાં આવ્યો?

૨. ટીમમાં ૩ વિકેટકીપર કેમ હતા, ખાસ કરીને દિનેશ કાર્તિક ટીમમાં કેમ હતો જે લાંબા સમયથી ફૉર્મમાં નહોતો.

૩. સેમી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીને સાતમા ક્રમે કેમ મોકલવામાં આવ્યો?

રશ્મિન શાહ

મુંબઈઃ એકધારી અને સડસડાટ આગળ વધતી ટીમ ઇન્ડિીયા અચાનક વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં આવીને ધરાશાયી થઈ ગઈ હતી. આવું શું કામ બન્યું એ ક્રિકેટ-ફૅન્સને તો નથી સમજાયું, પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને પણ એની સમજ નથી પડી. જેટલો ઝટકો ફૅન્સને લાગ્યો છે એવો અને એટલો જ તીવ્ર ઝટકો બોર્ડને પણ લાગ્યો છે અને એટલે જ બોર્ડે નક્કી કર્યું છે કે ટીમ ઇન્ડિયા પાછી આવે એટલે કૅપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે એક મીટિંગ કરવામાં આવે. આ મીટિંગમાં મૅચ બાબતની, મૅચ દરમ્યાન લેવામાં આવેલા નિર્ણયો બાબતની જે કોઈ શંકા-કુશંકાઓ છે એને પ્રશ્નોના સ્વરૂપમાં પૂછવામાં આવશે અને એના જવાબ કોહલી અને શાસ્ત્રીએ આપવાના રહેશે.

બોર્ડ સાથે જોડાયેલા એક સિનિયર પદાધિકારીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની તૈયારી છે અને એ પછી હજી પણ માનવામાં નથી આવતું કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની બહાર નીકળી ગઈ છે. અનેક એવા સવાલ છે જેમાં શંકા જન્મે છે. આ શંકામાં બીજી કોઈ વાત નથી, પણ આપખુદ નિર્ણય લેવાનો સ્વભાવ તો દેખાય જ છે.’

કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશના ચીફ વિનોદ રાયે સિંગાપોરથી મીડિયાને જણાવ્યું હતું કે, ‘કૅપ્ટન અને કોચ બ્રેકથી પાછા ફરશે ત્યારે મીટિંગ જરૂર થશે. હું તારીખ અને સમય નહીં કહી શકું, પણ અમે તેમની સાથે વાત જરૂર કરીશું. અમે સિલેક્ટરો સાથે પણ વાત કરીશું.’

આ પ્રશ્નોત્તરી પછી મળેલા જવાબના આધારે ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેનો એક રોડમૅપ તૈયાર કરવા માગે છે. કપની બહાર નીકળી ગઈ છે. અનેક એવા સવાલ છે જેમાં શંકા જન્મે છે. આ શંકામાં બીજી કોઈ વાત નથી, પણ આપખુદ નિર્ણય લેવાનો સ્વભાવ તો દેખાય જ છે.’

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશના ચીફ વિનોદ રાયે સિંગાપોરથી મીડિયાને જણાવ્યું હતું કે, ‘કૅપ્ટન અને કોચ બ્રેકથી પાછા ફરશે ત્યારે મીટિંગ જરૂર થશે. હું તારીખ અને સમય નહીં કહી શકું, પણ અમે તેમની સાથે વાત જરૂર કરીશું. અમે સિલેક્ટરો સાથે પણ વાત કરીશું.’

આ પ્રશ્નોત્તરી પછી મળેલા જવાબના આધારે ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેનો એક રોડમૅપ તૈયાર કરવા માગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK