મસ્તીના મૂડમાં ટીમ ઈન્ડિયા, એકસાથે જોવા મળ્યા વિરાટ અને રોહિત

Published: Aug 21, 2019, 17:27 IST | મુંબઈ

વેસ્ટઈંડીઝની સામે ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા હળવા મૂડમાં જોવા મળી. તેમની પૂલમાં મસ્તી કરતા હોય તેવી તસવીર વિરાટ કોહલીએ શેર કરી છે.

મસ્તીના મૂડમાં ટીમ ઈન્ડિયા, એકસાથે જોવા મળ્યા વિરાટ અને રોહિત
મસ્તીના મૂડમાં ટીમ ઈન્ડિયા, એકસાથે જોવા મળ્યા વિરાટ અને રોહિત

ટીમ ઈન્ડિયા ગુરૂવારથી વેસ્ટઈંડીઝ સામે રમાનારા પહેલા ટેસ્ટ માટે તૈયાર છે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના સભ્યો જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે તમામ લોકો શર્ટલેસ જોવા મળ્યા.

આ તસવીરમાં મયંક અગ્રવાલ, જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, ઈશાંત શર્મા, રિષભ પંત, અજિંક્ય રહાણે, રોહિત શર્મા અને લોકેશ રાવલ જોવા મળી રહ્યા છે. સાથે જ ટીમ ઈન્ડિયાનો સપોર્ટ સ્ટાફ પણ નજર આવી રહ્યો છે. આ તસવીરમાં સૌથી ફિટ ટીમના કેપ્ટન કોહલી, જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલ નજર આવી રહ્યા છે. વિરાટ કોહલી અને બુમરાહના એબ્સ તો શાનદાર લાગી રહ્યા છે. રોહિત શર્મા તસવીરમાં લોકેશ રાહુલ અને અજિંક્ટ રહાણેની પાછળ છુપાયેલા છે. એવું લાગે છે કે તે પોતાની ફાંદ છુપાવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Stunning day at the beach with the boys 🇮🇳👌😎

A post shared by Virat Kohli (@virat.kohli) onAug 20, 2019 at 8:37pm PDT


રોહિત શર્માના આ ફોટોને લઈને ચાહકો તેના પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે રોહિત પોતાની ફાંદ છુપાવવા માટે પાછળ ઉભા છે. એક યૂઝરે લખ્યું કે શાસ્ત્રીજી નજર નથી આવી રહ્યા. લાગે છે પેગ-શેગ લગાવવા ગયા છે. કેટલીક મહિલા યૂઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે કોઈ મને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લો. મહત્વની વાત એ છે કે આ ફોટોમાં રોહિત અને વિરાટ સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી હતી,પરંતુ તેઓ એકસાથે નહોતા. જેને લઈને ચાહકો પુછી રહ્યા હતા કે બંને સાથે કેમ નથી.

આ પણ જુઓઃ પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી

મહત્વનું છે કે ટીમ ઈંડિયાએ ટેસ્ટ સીરિઝ પહેલા વેસ્ટઈંડીઝ ક્રિકેટ ટીમને ટી20 અને વનડે સીરિઝમાં હરાવ્યું છે. વિરાટ જો આ સીરિઝ જીતે છે તો તે એવા કેપ્ટન બનશે જે તમામ ફોર્મેટમાં જીત્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK