બાળપણમાં વિરાટને પસંદ હતી આ અભિનેત્રી, ઇન્ટરવ્યૂમાં કર્યા અનેક ખુલાસા

Published: Dec 10, 2019, 19:06 IST | Mumbai Desk

વિરાટ કોહલીએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેને બાળપણમાં કઇ એક્ટ્રેસ વધારે પસંદ હતી.

ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી આ સમયે ટી20 સીરીઝમાં વ્યસ્ત છે, જ્યાં ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડિઝ બન્ને 1-1 મેચ જીતી ચૂક્યા છે. સીરિઝની પહેલી મેચ હૈદરાબાદમાં રમવામાં આવી, જેમાં ભારતને જીત મળી. તો બીજી મેચ તિરુવનંતપુરમમાં રમવામાં આવી, જેમાં વેસ્ટઇન્ડીઝને જીત મળી. હવે સીરીઝની છેલ્લી મેચ મુંબઇમાં હશે. તો બીજી મેચની બરાબર પહેલા વિરાટ કોહલીએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેને બાળપણમાં કઇ એક્ટ્રેસ વધારે પસંદ હતી.

કૅપ્ટન વિરાટ કોહલીએ તિરુવનંતપુરમ ટી20 ઇન્ટરનેશનલ મેચ પહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટ ઇનાયત વર્મા સાથે એક ઇન્ટરવ્યૂ શૂટ કર્યો હતો, જેને સ્ટાર સ્પોર્ટ્સ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. બીજી ટી20 પહેલા શૅર કરેલા આ ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કેટલાય ખુલાસાઓ કર્યા છે, જેમાં તેને ગમતી અભિનેત્રીથી લઈને તેને ભાવતું ભોજન અને ગમતું હીત કયું છે તે જણાવ્યું. આ ઇન્ટરવ્યૂમાં કોહલીને એ પૂછવામાં આવ્યું કે તેને બાળપણમાં શું પસંદ હતું અને અત્યારે શું પસંદ છે. આ દરમિયાન જ્યારે ગમતી અભિનેત્રીની વાત આવી તો તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો.

વિરાટ કોહલીના બાળપણની ગમતી એક્ટ્રેસ?

ઇનાયત વર્માએ પૂછ્યું હતું કે હવે કઈ બોલીવુડ અભિનેત્રી ગમે છે, અનુષ્કા શર્માને છોડીને કારણકે તે તમારી પત્ની છે. આ માટે ઇનાયતે તેને ચાર ઑપ્શન પણ વિરાટને આપ્યા હતા જેમાં શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, કેટરીના કૅફ અને આલિયા ભટ્ટ. આ સવાલના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું કે મારી માટે મારી પત્ની અનુષ્કા શર્મા જ ફેવરિટ છે અને રહેશે. તો બાળપણની વાત કરીએ તો કિરણ ખેરને એક્ટિંગ વાઇઝ પસંદ કરતો હતો જે ખૂબ જ અલગ પ્રકારના પાત્રો ભજવ્યા કરતી હતી. એક્ટર આમિર ખાન તેને પહેલા પણ પસંદ હતો અને હજી પણ પસંદ છે.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

આ સિવાય વિરાટ કોહલીએ પોતાનું ગમતું હીત કિન્ના સોણા જણાવ્યું. તો, બાળપણમાં વિરાટનું ગમતું ગીત કલ હો ના હો જણાવ્યું. વિરાટને ઇનાયતે તેના ભાવતાં ખોરાક વિશે પૂછ્યું કે બાળપણ શું ભાવતું હતું અને હવે શું ભાવે છે. તેણે જણાવ્યું કે તેને બાળપણમાં છોલે ભટૂરે ભાવતાં હતા, પણ હવે ઘરનું ખાવાનું ભાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK