મહિલાઓની આઇપીએલ વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં ટ્રેઇલબ્લેઝરના રૂપમાં નવી ચૅમ્પિયન મળી હતી. ગઈ કાલે શારજાહમાં રમાયેલી ફાઇનલમાં બે સીઝનની ચૅમ્પિયન હરમનપ્રીતની કૅપ્ટન્સીવાળી સુપરનોવાસને સ્મૃતિ મંધાનાના નેતૃત્વવાળી ટ્રેઇલબ્લેઝરે લો-સ્કોરિંગ મુકાબલામાં ૧૬ રનથી પરાજિત કરીને અપસેટ સરજ્યો હતો. ટ્રેઇલબ્લેઝરે આપેલા ૧૧૯ રનના ટાર્ગેટ સામે સુપરનોવા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૦૨ રન જ બનાવી શક્યું હતું.
સુપરનોવાસે ટૉસ જીતીને પહેાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રેઇલબ્લેઝરે ૧૧ ઓવરમાં ૭૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી હતી. કૅરિબિયન ઓપનર ડિએન્ટ્રા ડોટિને ૨૦ રન જ્યારે કૅપ્ટન મંધનાએ અફલાતૂન ઇનિંગ્સ રમતાં ૪૯ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૬૮ રન બનાવ્યા હતા. મંધાનાના રૂપમાં બીજી વિકેટ પડી ત્યારે ટીમનો સ્કોર ૧૪.૫ ઓવરમાં બે વિકેટે ૧૦૧ રન હતો, પણ ત્યાર બાદ ૩૧ બૉલમાં ટીમ માત્ર ૧૭ રન જ બનાવી શકી હતી અને એણે ૬ વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર ૮ વિકેટે ૧૧૮ સુધી સીમિત રહ્યો હતો. સુપરનોવાસના કમૅબકનો સૌથી મોટો ફાળો રાધા યાદવનો હતો, જેણે ચાર ઓવરમાં માત્ર ૧૬ રન આપીને પાંચ વિકેટ લઈને કમાલ કરી હતી.
સુપરનોવાસની ઇન ફૉર્મ બૅટ્સવુમન ચમારી અટાપટુ ૬ રન જ બનાવીને આઉટ થઈ ગઈ હતી. કૅપ્ટન હમરનપ્રીત ઇન્જરી છતાં ૩૬ બૉલમાં ૩૦ રન સાથે લડત આપ્યા છતાં ટીમને હારથી બચાવી નહોતી શકી.
પ્લેયર ઑફ ધ મૅચ સ્મૃતિ મંધાના અને પ્લેયર ઑફ ધ સિરીઝ રાધા યાદવ બની હતી.
ગિલે ઑસ્ટ્રેલિયામાં મળેલી સફળતાનું શ્રેય આપ્યું યુવરાજને
24th January, 2021 15:35 ISTસિરાજે ખરીદી બીએમડબ્લ્યુ કાર
24th January, 2021 15:34 ISTસુંદર પાસે નહોતાં સફેદ પૅડ્સ, ગૅબા ટેસ્ટ દરમ્યાન દુકાનમાંથી ખરીદવાં પડ્યાં: ફીલ્ડિંગ કોચનો ખુલાસો
24th January, 2021 15:29 ISTપહેલી ટેસ્ટ પહેલાં ૨૭ જાન્યુઆરીએ ચેન્નઈમાં ભેગી થશે ટીમ ઇન્ડિયા
24th January, 2021 15:26 IST