અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત
પ્રતીકાત્મક તસવીર
અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ગઈ કાલે માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ મૅચ ઝિમ્બાબ્વેએ ૧૦ વિકેટે જીતી લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમ પહેલી અને બીજી ઇનિંગમાં અનુક્રમે ૧૩૧ અને ૧૩૫ રને ઑલઆઉટ થઈ હતી, જેની સામે પહેલી ઇનિંગમાં ૨૫૦ રન અને બીજી ઇનિંગમાં વગર વિકેટે ૧૭ રન કર્યા હોવાથી ઝિમ્બાબ્વેએ સરળતાથી મૅચ જીતી લીધી હતી.