બ્રૉડ પાસે 700 ટેસ્ટ વિકેટ લેવાની સારી તક છે : શેન વૉર્ન

Published: Jul 30, 2020, 11:22 IST | Agencies | Manchester

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વૉર્નનું માનવું છે કે ઇંગ્લૅન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રૉડ પાસે ૭૦૦ ટેસ્ટ-વિકેટ લેવાની સારી એવી તક છે.

શેન વૉર્ન
શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વૉર્નનું માનવું છે કે ઇંગ્લૅન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રૉડ પાસે ૭૦૦ ટેસ્ટ-વિકેટ લેવાની સારી એવી તક છે. વેસ્ટ ઇન્ડીઝને ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ૨-૧થી પરાજય આપીને સિરીઝ પોતાના નામે કરવા માટે ઇંગ્લૅન્ડની ટીમ સફળ થઈ હતી અને આ સફળતામાં બ્રૉડે માત્ર બે મૅચ રમીને કુલ ૧૬ વિકેટ મેળવી હતી. આ ઉપરાંત ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે વિકેટ મેળવીને જેમ્સ ઍન્ડરસન પછી ૫૦૦ ટેસ્ટ-વિકેટ લેનારો તે બીજો ઇંગ્લિશ પ્લેયર બન્યો હતો. સ્ટુઅર્ટ બ્રૉડનાં વખાણ કરતાં શેન વૉર્ને કહ્યું કે ‘૩૪ વર્ષની ઉંમરમાં ૫૦૦ વિકેટ લેવા અને જીતવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. હજી રમવા માટે ઘણો સમય બાકી છે. ૭૦૦થી વધારે વિકેટ લેવાની સારી એવી તક છે.’

ઉલ્લેખનીય છે કે ક્રિકેટ જગતના ઇતિહાસમાં આ પરાક્રમ કરનાર બ્રૉડ બીજા નંબરનો સૌથી યુવા પ્લેયર બન્યો છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ૩૧ વર્ષની ઉંમરમાં ૫૦૦ ટેસ્ટ-વિકેટ લેવાનો વિક્રમ સર્જ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ હવે પાંચમી ઑગસ્ટથી પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ અને ટી૨૦ સિરીઝ શરૂ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK