Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ કોરિયાની તાએ ક્વાન ડો સ્પર્ધામાં મુંબઈના ૧૨ સ્ટુડન્ટ્સ જીત્યા ૨૪ મેડલ

સાઉથ કોરિયાની તાએ ક્વાન ડો સ્પર્ધામાં મુંબઈના ૧૨ સ્ટુડન્ટ્સ જીત્યા ૨૪ મેડલ

21 August, 2012 05:31 AM IST |

સાઉથ કોરિયાની તાએ ક્વાન ડો સ્પર્ધામાં મુંબઈના ૧૨ સ્ટુડન્ટ્સ જીત્યા ૨૪ મેડલ

સાઉથ કોરિયાની તાએ ક્વાન ડો સ્પર્ધામાં મુંબઈના ૧૨ સ્ટુડન્ટ્સ જીત્યા ૨૪ મેડલ


indians-mumbaiલંડન ઑલિમ્પિક્સની તાએ ક્વાન ડોની હરીફાઈમાં ભલે એક પણ ભારતીય સ્પર્ધકે ભાગ નહોતો લીધો, પરંતુ આ માર્શલ આર્ટની ભરપૂર તાલીમ લઈને આ રમતોત્સવના દિવસો દરમ્યાન સાઉથ કોરિયા ગયેલા મુંબઈના ૧૨ પ્રતિસ્પર્ધીઓ બે ગોલ્ડ મેડલ સહિત કુલ ૨૪ ચંદ્રકો જીતી લાવ્યાં છે. ત્યાં તેમણે વર્લ્ડ તાએ ક્વાન ડો કલ્ચર એક્સ્પો નામની ચૅમ્પિયનશિપ્સમાં ભાગ લીધો હતો.

યુનિવર્સલ તાએ ક્વાન ડો અસોસિએશન, ઇન્ડિયાના બૅનર હેઠળ અને આ અસોસિએશનના ઇન્ચાર્જ ગ્રૅન્ડમાસ્ટર શિવરામ મકવાણાના નેતૃત્વમાં સાઉથ કોરિયા ગયેલાં ૮થી ૩૩ વર્ષની ઉંમરના આ ૧૨ સ્ટુડન્ટ્સમાંથી ૮ ગુજરાતી હતાં. આ આઠ ગુજરાતીઓમાં હાર્દિક ઉનડકટ, વેદાંશ પારેખ, જશ મકવાણા, અભિલાષા મકવાણા, જય ગોહિલ, હૃદાંત વખારિયા, કશિશ શાહ અને મૌર્ય ગાલાનો સમાવેશ હતો. બીજા ચાર પ્રતિસ્પર્ધીઓમાં મારવાડી સમુદાયના વરુણ જૈન સામેલ હતો.



તાએ ક્વાન ડો એક પ્રકારની માર્શલ આર્ટ છે જેમાં પ્રતિસ્પર્ધીની ફિઝિકલ મુવમેન્ટ, શાર્પનેસ, સ્પીડ, પાવર, પરફેક્શન, સ્ટાન્સ, શાઉટ અને કૉન્સનટ્રેશનની કસોટી થાય છે. આ ટેક્નિકમાં પ્રતિસ્પર્ધી ૯૦ ટકા પગનો અને માત્ર ૧૦ ટકા હાથનો ઉપયોગ કરે છે. આ માર્શલ આર્ટમાં તાલીમ લેનારને ઈજા થવાની કોઈ સંભાવના નથી હોતી.


મુંબઈના સ્પધકોએ ઉંમર, બ્લૅક બેલ્ટ અને વજનના આધારે પુમ્સે તથા ક્યોરુગી નામની ઇવેન્ટની હરીફાઈઓમાં ભાગ લીધો હતો.

પુમ્સે અને ક્યોરુગી ઇવેન્ટ એટલે શું?


પુમ્સેમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીએ બેઝિક અને ઍડ્વાન્સ્ડ એમ બે પ્રકારની તાએ ક્વાન ડો ટેક્નિકનો ઉપયોગ કાલ્પનિક પ્રતિસ્પર્ધી સામે કરવાનો હોય છે અને એના આધારે તેને પૉઇન્ટ્સ મળે છે. આ ઇવેન્ટની ડિફેન્સિવ અને અટૅકિંગ પૅટર્ન ગ્રૅન્ડમાસ્ટરે નક્કી કરેલી હોય છે.

ક્યોરુગી નામની ફાઇટિંગ ટેક્નિકમાં હાથ કરતાં પગનો વધુ ઉપયોગ થાય છે. આમાં હરીફના શરીરના ઉપરના ભાગમાં જેમ કે ચહેરા પર જેટલી વધુ ફૅન્સી કિક મારવામાં આવે એટલા આ કિક મારનારને વધુ પૉઇન્ટ મળે છે. ફૅન્સી કિક મારનાર પ્રતિસ્પર્ધી હવામાં ઉછળીને કિક મારે છે અને પૅનલ જજ એના આધારે પૉઇન્ટ્સની સંખ્યા નક્કી કરે છે.

ફરી કોરિયા આવવાનું આમંત્રણ

ગ્રૅન્ડમાસ્ટર શિવરામ મકવાણા સિક્સ્થ ડિગ્રી બ્લૅક બેલ્ટ ધરાવે છે. તેઓ ૩૫ વર્ષથી તાએ ક્વાન ડોના તાલીમક્ષેત્રે છે અને તેમની ટ્રેઇનિંગમાં ૧૦૦૫ છોકરાઓ તથા છોકરીઓ બ્લૅક બેલ્ટ મેળવી ચૂક્યાં છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાઉથ કોરિયામાં મુંબઈના ૧૨ સ્ટુડન્ટ્સે જે ચૅમ્પિયનશિપ્સમાં ભાગ લીધો હતો એમાં અમેરિકા, રશિયા, ઑસ્ટ્રેલિયા, ચીન, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સહિત કુલ ૪૦ દેશોના સ્પર્ધકો હતા. ભારતીયોના પફોર્ર્મન્સથી પ્રભાવિત થયેલા સાઉથ કોરિયાના તાએ ક્વાન ડો સ્પર્ધાઓના આયોજકોએ તેમને કોરિયાની વધુ હરીફાઈઓમાં ભાગ લેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું.’

મકવાણા હવે આવતા વર્ષે ઉપલા સ્તરની કોરિયા ઓપન અને યુએસએ ઓપન નામની ચૅમ્પિયનશિપ્સમાં પણ ભારતીય સ્ટુડન્ટ્સને લઈ જવા વિચારે છે.

નૅશનલ ચૅમ્પિયનશિપ્સમાં મુંબઈને ૪૫ ચંદ્રકો

ગયા શનિવાર અને રવિવારે મુંબઈના પ્રિયદર્શિની પાર્ક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં તાએ ક્વાન ડો બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત નૅશનલ ચૅમ્પિયનશિપ્સમાં મુંબઈના ૨૯ સ્પર્ધકોએ ૨૦ ગોલ્ડ, ૧૨ સિલ્વર તથા ૧૩ બ્રૉન્ઝ મેડલ જીતી લીધા હતા. મુંબઈના ૨૯ હરીફોમાં મોટા ભાગના ગુજરાતીઓ હતા.

કોણ કયા મેડલ જીત્યું?

હાર્દિક ઉનડકટ : એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ, વેદાંશ પારેખ : એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ, જય ગોહિલ : બે સિલ્વર, મૌર્ય ગાલા : બે સિલ્વર, જશ મકવાણા : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, અભિલાષા મકવાણા : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, હૃદાંત વખારિયા : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, કશિશ શાહ : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, સૂરજ પરદેસી : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, દર્શન ઉજ્જિનવાર : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, સુશીલ ખોપકર : એક સિલ્વર અને એક બ્રૉન્ઝ, વરુણ જૈન : બે બ્રૉન્ઝ

Whatsapp-channel Whatsapp-channel

21 August, 2012 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK