કિરોન પોલાર્ડના મોતની અફવા
કિરોન પોલાર્ડના મોતની અફવા
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ પ્લેયર કિરોન પોલાર્ડના મોતના સમાચાર તાજેતરમાં વહેતા થયા હતા, જેને લીધે અનેક ક્રિકેટપ્રેમીઓને આઘાત લાગ્યો હતો. કેટલીક જગ્યાએ તો તેના કાર-ઍક્સિડન્ટના સમાચાર પણ વાઇરલ થયા હતા. જોકે પોલાર્ડ અત્યારે અબુ ધાબીમાં ટી૧૦ રમી રહ્યો છે. આ બધાથી વિપરીત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોલાર્ડે કહ્યું કે ‘આ વખતે અબુ ધાબી ટી10માં ધ ગ્લૅડિયેટર્સ એક પગલું આગળ વધશે અને ટાઇટલ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.’