રોહિત-જાડેજાની મસ્તી કી પાઠશાલા

Published: Aug 10, 2019, 11:27 IST | ગયાના

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી વનડે મૅચ વરસાદને કારણે ગુરુવારે ધોવાઈ ગઈ હતી. જોકે મૅચ ધોવાતાં ઇન્ડિયન પ્લેયરોએ મોજમસ્તી કરીને સમય પસાર કર્યો હતો.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી વનડે મૅચ વરસાદને કારણે ગુરુવારે ધોવાઈ ગઈ હતી. જોકે મૅચ ધોવાતાં ઇન્ડિયન પ્લેયરોએ મોજમસ્તી કરીને સમય પસાર કર્યો હતો. પિચ પર શાનદાર પ્રદર્શન કરનારા રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા આ મસ્તીમાં અગ્રેસર હતા. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑફિશ્યલ અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં રોહિત અને જાડેજા એક ગેમ રમી રહ્યા છે. રોહિત એક ચિઠ્ઠી ઉપાડીને જાડેજાને બતાવે છે અને જાડેજાએ માત્ર ઍક્શન કરીને એ નામ કોનું છે એની ઓળખ રોહિતને આપવાની છે. રોહિત આ ગેમમાં જસપ્રીત બુમરાહનું નામ પહેલાં ઉપાડે છે અને જાડેજાની બુમરાહની ફેમસ બોલિંગ-ઍક્શન કરી બતાવે છે જેને રોહિત તરત ઓળખી લે છે.

આ ગેમમાં બીજું નામ કૅપ્ટન કોહલીનું આવે છે જેને ઓળખવામાં બન્ને રમતવીરોને વાર લાગે છે, પણ જે પ્રમાણે છેલ્લા બૉલમાં સિક્સર ફટકારીને મૅચ જિતાય એ પ્રમાણે જાડેજા દ્વારા કરવામાં આવતી ઍક્શનને રોહિત ઓળખી જાય છે. આ ઍક્શન વિરાટ કોહલીની હોય છે.

આ પણ વાંચોઃ શુભમન ગિલે કર્યો આ રેકોર્ડ પોતાના નામે, ગંભીરને મુક્યો પાછળ

હસી-મજાકના આ હળવાફૂલ વાતાવરણમાં મજાની વાત એ હતી કે આ બન્ને પ્લેયરો જ્યારે આ હેડ અપ ચૅલેન્જ રમી રહ્યા હતા ત્યારે કોહલી પણ પોતે ત્યાં બેઠો હતો અને તેનું નામ આવતાં પોતાની હસી રોકી શક્યો નહોતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK