Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંતની તોફાની ઇનીંગ બાદ ઋષિ કપૂરે કોહલી અને શાત્રી પર કર્યા પ્રહારો

પંતની તોફાની ઇનીંગ બાદ ઋષિ કપૂરે કોહલી અને શાત્રી પર કર્યા પ્રહારો

09 May, 2019 08:15 PM IST | મુંબઈ

પંતની તોફાની ઇનીંગ બાદ ઋષિ કપૂરે કોહલી અને શાત્રી પર કર્યા પ્રહારો

ઋષિ કપૂરે કોહલી અને શાસ્ત્રી પર કર્યા આકરા પ્રહાર

ઋષિ કપૂરે કોહલી અને શાસ્ત્રી પર કર્યા આકરા પ્રહાર


આઇપીએલ 2019માં એલિમિનેટર મેચમાં જે રીતે રીષભ પંતે આક્રમક બેટીંગ કરીને દિલ્હીને જીતાડી ત્યાર બાદ વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા ભારતીય ચાહકો માટે અનેક સવાલ ઊભા થયા હતા. આ મેચમાં પહેલા તો વિજય શંકરે 11 બોલમાં 25 રનની મહત્વની ઈનિંગ રમીને પોતાની ટીમ હૈદરાબાદને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિજય શંકર વિશ્વ કપ ટીમ ઈન્ડિયામાં છે. ત્યાર બાદ દિલ્હી માટે રીષભ પંતે 21 બોલમાં 49 રનનો તોફાની ઈનિંગ રમી. આ ઈનિંગ બાદ વિશ્વ કપમાં પંતની પસંદગી ન થવા બદલ અનેક સવાલો ઊઠ્યાં. તેમાં હવે બોલીવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે.

પંતને વિશ્વ કપ માટે બહુ પહેલેથી અજમાવવામાં આવી રહ્યો હતો
પંતને ઘણા વખતથી વિશ્વ કપની ટીમ ઈન્ડિયા માટે અજમાવવામાં આવી રહ્યો હતો. તે ધોનીનો બેસ્ટ વિકલ્પ ગણાઈ રહ્યો હતો. વિકેટકીપર તરીકે પંત ભલે ધોની આગળ ટકી ન શકે પરંતુ ધોનીના વિકલ્પ તરીકે તેનો મુકાબલો દિનેશ કાર્તિક સામે હતો. પંતને છેલ્લી અનેક વનડે અને ટી20 સીરિઝમાં કાર્તિકની જગ્યાએ સમાવેશ કરાયો હતો. પરંતુ સિલેક્ટર્સને પંતનું પ્રદર્શન ગમ્યું નહીં અને તેમણે વિશ્વકપ માટે દિનેશ કાર્તિકની પસંદગી કરી લીધી.

ઋષિ કપૂરે કોહલી અને શાસ્ત્રીને જ સીધા પૂછ્યા સવાલ
પંતને લઇને ઋષિ કપૂરે પંતની ઈનિંગ જોયા બાદ સવાલ ઉઠાવ્યો છે. સીધો સવાલ કર્યો છે કે ઋષભ પંત વર્લ્ડ કપ સ્વોર્ડમાં કેમ નથી. તેમણે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને પણ ટેગ કરીને પૂછ્યું છે કે શું તેઓ સાંભળી રહ્યા છે. ઋષિ કપૂર આ પ્રકારના સવાલ પૂછનારા એકલા નથી. ટીમ ઈન્ડિયાના અનેક ફેન્સ પણ આ પ્રકારે બીસીસીઆઈને સવાલ પૂછતા અનેક મીમ્સ બનાવી ચૂક્યા છે.

આ પણ જુઓ : IPLની વચ્ચે પણ પત્ની પંખુરી માટે સમય કાઢી લે છે કૃણાલ પંડ્યા

ટીમ ઈન્ડિયાના ફેન્સ ચોંકી ગયા હતા
પંતની પસંદગી ન થતા ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતાં. પંતે અત્યાર સુધી એવું તો ખરાબ પ્રદર્શન નહતું કર્યું પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના શોટ સિલેક્શનની રીત પર સવાલ ઉઠી રહ્યાં હતાં. બેજવાબદાર રીતે તે આઉટ થતો હતો. આઈપીએલમાં દિલ્હી  માટે તે મોટી ઈનિંગ રમી શક્યો નહતો, પરંતુ હૈદરાબાદ વિરુદ્ધ તેની ઈનિંગે મેચને સંપૂર્ણ રીતે દિલ્હીના પક્ષમાં ફેરવી નાખી. થયું એવું કે 7 બોલ અગાઉ આઉટ થવા છતાં તેની ઈનિંગ લોકોમાં ખુબ ચર્ચાનું કારણ બની છે. કારણ કે ટીમને તે વખતે 7 બોલમાં જીત માટે ફક્ત 5 રનની જરૂર હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 08:15 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK