2005 ઍશિઝમાં પૉન્ટિંગે લીધેલો નિર્ણય બેકાર હતો : શેન વૉર્ન

Published: May 13, 2020, 15:28 IST | Agencies | Sydney

ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ સ્પિનર શેન વૉર્નનું માનવું છે કે ૨૦૦૫માં રમાયેલી ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં પહેલાં બોલિંગ કરવાનો લેવામાં આવેલો રિકી પૉન્ટિંગનો નિર્ણય ખોટો હતો.

શેન વૉર્ન
શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ સ્પિનર શેન વૉર્નનું માનવું છે કે ૨૦૦૫માં રમાયેલી ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં પહેલાં બોલિંગ કરવાનો લેવામાં આવેલો રિકી પૉન્ટિંગનો નિર્ણય ખોટો હતો. બે મૅચની સિરીઝમાંની બીજી મૅચ ઑસ્ટ્રેલિયા હારી ગયું હતું અને સિરીઝ 1-1થી ડ્રૉ થઈ હતી. આ મૅચ વિશે વાત કરતાં શેન વૉર્ને કહ્યું કે ‘કોઈ પણ કૅપ્ટન દ્વારા પહેલાં બોલિંગના લેવામાં આવેલા નિર્ણયમાં પૉન્ટિંગનો એ નિર્ણય સૌથી બેકાર હતો. નાસિર હુસેનને પણ તેણે ટક્કર આપી હતી.’

વૉર્ન સાથે આ વાતચીતમાં જાડાયેલા કેવિન પીટરસને કહ્યું કે ‘અમને ખબર હતી કે ઑસ્ટ્રેલિયા કંઈક કરશે. અમે થોડા પૉઝિટિવ હતા, કેમ કે મૅચને કેટલીક ધારણા પ્રમાણે રમ્યા હતા છતાં જ્યાં સુધી શેન વૉર્ન છે ત્યાં સુધી કંઈ પણ થઈ શકે છે એટલે અમને થોડી ચિંતા પણ હતી. જોકે અંતે બધું અમારા કન્ટ્રોલમાં આવ્યું અને અમે મૅચ જીતીને સિરીઝ લેવલ કરી શક્યા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK