Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુજારા અને જૅક્સનના દમ પર સૌરાષ્ટ્ર ફાઇનલના દ્વારે

પુજારા અને જૅક્સનના દમ પર સૌરાષ્ટ્ર ફાઇનલના દ્વારે

28 January, 2019 11:10 AM IST |

પુજારા અને જૅક્સનના દમ પર સૌરાષ્ટ્ર ફાઇનલના દ્વારે

વહારે આવ્યો :  ચેતેશ્વર પુજારા.

વહારે આવ્યો : ચેતેશ્વર પુજારા.


સૌરાષ્ટ્રની ટીમ રણજી ફાઇનલ પ્રવેશથી ફક્ત 60 રન દૂર છે અને એની હજી 7 વિકેટ હાથમાં છે. કોઈ ચમત્કાર જ હવે સૌરાષ્ટ્રને ફાઇનલથી વંચિત રાખી શકે. કર્ણાટકે બીજી ઇનિગ્સમાં 239 રન બનાવીને પહેલી ઇનિંગ્સની 39 રનની લીડ સાથે 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સૌરાષ્ટ્રએ 3 રનમાં બે વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી અને 23ના સ્કોર પર ત્રીજી વિકેટ પણ પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ટીમ ઇન્ડિયાનો ધ વૉલ ગણાતો અને ઑસ્ટ્રેલિયા સામેની તાજેતરમાં ટેસ્ટ-સિરીઝ વિજયમાં મોટી ભૂમિકા ભજવનાર ચેતેશ્વર પુજારાએ ત્યાર બાદ બાજી હાથમાં લીધી હતી અને 216 બૉલમાં 16 ફોર સાથે અણનમ 108 રનના કમાલના પર્ફોર્મન્સ સાથે ટીમને ફાઇનલના દરવાજા પર લાવીને મૂકી દીધી હતી. પુજારાની આ ફર્સ્ટ ક્લાસ કરીઅરની 49મી સેન્ચુરી હતી. પુજારાને સૌરાષ્ટ્રના વધુ એક સ્ટાર ખેલાડી શેલ્ડન જૅક્સનનો પણ ખૂબ જ ઉપયોગી સાથ મળ્યો હતો. જૅક્સન 205 બૉલમાં 13 ફોર સાથે 9૦ રન બનાવી અણનમ રહ્યો હતો. પુજારા અને જૅક્સનની જોડીએ ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ સામે રેકૉર્ડ 372 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં અણનમ 136 રનની પાર્ટનરશિપ સાથે મહત્વનો રોલ ભજવ્યો હતો.



આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડીઝનો ઘરઆંગણે સૌથી મોટો વિજય


કેરળને હરાવીને ગઈ સીઝનનું ચૅમ્પિયન વિદર્ભ પહેલાં જ ફાઇનલમાં પહોંચી ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2019 11:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK