Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝનો ઘરઆંગણે સૌથી મોટો વિજય

વેસ્ટ ઇન્ડીઝનો ઘરઆંગણે સૌથી મોટો વિજય

28 January, 2019 11:04 AM IST |

વેસ્ટ ઇન્ડીઝનો ઘરઆંગણે સૌથી મોટો વિજય

જેશન હોલ્ડર

જેશન હોલ્ડર


વેસ્ટ ઇન્ડીઝે તેના ગોલ્ડન દિવસોની યાદ અપાવતાં પહેલી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લૅન્ડને 381 રનના તોતિંગ માર્જિનથી પરાજિત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ટેસ્ટ-રેન્કિંગમાં ઇંગ્લૅન્ડ ત્રીજા ક્રમાંકે છે જ્યારે કૅરિબિયનો છેક આઠમા નંબરે છે.



પહેલી ઇનિંગ્સમાં 212 રનની લીડ બાદ વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિગ્સમાં કૅપ્ટન જેશન હોલ્ડરના રેકૉર્ડબ્રેક અણનમ 202 રન અને વિકેટકીપર-બૅટ્સમૅન શૅન ડાઉરિચના અણનમ 116 રન સાથે સાતમી વિકેટ માટે 295 રનની પાર્ટનરશિપના જોરે 6 વિકેટે 415 રન બનાવી ડાવ ડિકલેર કર્યો હતો. 628 રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડે કૅરિબિયન સ્પિનર રોસ્ટન ચેઝના કરીઅર-બેસ્ટ 60 રનમાં 8 વિકેટ સામે 246 રનમાં ઑલઆઉટ થઈ જતાં 381 રનથી ભૂંડો પરાજય જોવો પડ્યો હતો.


45 વર્ષ બાદ કૅરિબિયન ખેલાડી બન્યો નંબર વન ટેસ્ટ ઑલરાઉન્ડર

જેશન હોલ્ડર ઇંગ્લૅન્ડ સામેના કમાલના પર્ફોર્મન્સ સાથે ટેસ્ટ-રેન્કિંગમાં નંબર વન ઑલરાઉન્ડર બની ગયો છે. આ સાથે છેલ્લાં 45 વર્ષમાં આવી કમાલ કરનાર તે પહેલો કૅરિબિયન પ્લેયર બન્યો હતો. છેલ્લે 1974માં કૅરિબિયન લેજન્ડ ગૅરી સોબર્સે ટૉપનું સ્થાન મેળવ્યું હતું.


હોલ્ડરે કરી બ્રૅડમૅનની બરોબરી

બીજી ઇનિંગ્સમાં સાતમા કે એનાથી નીચા ક્રમાંકે બૅટિંગ કરીને ડબલ સેન્ચુરી ફટકારીને કરી ડૉન બ્રૅડમૅનની બરોબરી.

હોલ્ડરના અણનમ 202 રન ટેસ્ટ-ઇતિહાસમાં આઠમા ક્રમાંકના બૅટ્સમૅને ફટકારેલા વસીમ અકરમ (257) અને ઇમ્તિયાઝ અહમદ (207) બાદ ત્રીજા ક્રમાંકનો શ્રેષ્ઠ સ્કોર.

ટેસ્ટ-કરીઅરમાં ડબલ સેન્યુરી અને એક જ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપનાર છઠ્ઠો ખેલાડી.

હોલ્ડરની 8 સિક્સરો એ ઇંગ્લૅન્ડ સામે કોઈ પણ કૅરિબિયન બૅટ્સમૅને એક ઇનિંગ્સમાં ફટકારેલી સૌથી વધુ સિક્સરો.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2019 11:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK