IPL 2019 : વરસાદના કારણ મેચ રદ્દ, કોહલીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર

મુંબઈ | May 01, 2019, 15:31 IST

આઇપીએલ 2019માં મંગળવારે રમાયેલી રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. જોકે મેચ રદ્દ થવા છતાં ક્રિકેટના ચાહકોને મેચ જોવાનો આનંદ આવ્યો હતો.

IPL 2019 : વરસાદના કારણ મેચ રદ્દ, કોહલીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર
રાજસ્થાન અને બેંગ્લોરની મેચ વરસાદના કારણે રદ્દ

આઇપીએલ 2019માં મંગળવારે રમાયેલી રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. જોકે મેચ રદ્દ થવા છતાં ક્રિકેટના ચાહકોને મેચ જોવાનો આનંદ આવ્યો હતો. બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યો છે. આમ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ ટુર્નામેન્ટની બહાર ફેકાઇ ગઇ છે.જ્યારે રાજસ્થાન રોયલ્સહજી પણ 'જો અને તો'ની સ્થિતિમાં ક્વોલિફાય કરી શકે તેમ છે.

વરસાદના કારણ મેચ 5 ઓવરની જ શક્ય બની હતી
63 રનનો પીછો કરતા રાજસ્થાને 3.2 ઓવરમાં 41 રન કર્યા હતા

5 ઓવરમાં 63 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 3.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 41 રન કર્યા હતા, ત્યાર ફરીથી વરસાદ પડતા મેચ રદ કરવામાં આવી હતી. રોયલ્સ માટે લિયમ લિવિંગસ્ટોન 11 રને રમી રહ્યો હતો. જયારે સંજુ સેમસન યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર પવન નેગીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 3 છગ્ગા અને 2 ચોક્કાની મદદથી 28 રન કર્યા હતા.

આ પણ વાંચો : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

શ્રેયસ ગોપાલે હેટ્રિક ઝડપી ઇતિહાસ રચ્યો
માર્ક્સ સ્ટોઈનિસ શ્રેયસ ગોપાલની બોલિંગમાં મીડ-ઓફ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તેને આઉટ કરીને ગોપાલે હેટ્રિક ઝડપી છે. તેણે પહેલા કોહલી અને ડિવિલિયર્સને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. એબી ડિવિલિયર્સ શ્રેયસ ગોપાલની બોલિંગમાં કવર્સ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 4 બોલમાં 10 રન કર્યા હતા. તે પહેલા વિરાટ કોહલી પણ 7 બોલમાં 25 રન કરીને ગોપાલની બોલિંગમાં લિયમ લિવિંગસ્ટોનના હાથે લોન્ગ-ઓન પર કેચ આઉટ થયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK