Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અશ્વિન અને જાડેજા જેવા બોલર હોય તો પેસરને ઘણો આરામ મળે છે : શમી

અશ્વિન અને જાડેજા જેવા બોલર હોય તો પેસરને ઘણો આરામ મળે છે : શમી

08 October, 2019 03:43 PM IST | મુંબઈ ડેસ્ક

અશ્વિન અને જાડેજા જેવા બોલર હોય તો પેસરને ઘણો આરામ મળે છે : શમી

અશ્વિન અને જાડેજા જેવા બોલર હોય તો પેસરને ઘણો આરામ મળે છે : શમી


વિશાખાપટ્ટનમ : (આઇ.એ.એન.એસ.) ભારત અને સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચ ભારતે ૨૦૩ રનથી જીતી લીધા બાદ દરેક પ્લેયર એકબીજાનાં વખાણ કરી રહ્યા છે. બીજી ઇનિંગમાં ઘાતક બોલિંગ કરીને સ્ટમ્પના બે ટુકડા કરી દેનાર મોહમ્મદ શમીએ મન ભરીને રવિચંદ્રન અશ્વિનનાં વખાણ કર્યાં છે. અશ્વિનનાં વખાણ કરતાં શમીએ કહ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટનો અશ્વિન પાસે ઘણો અનુભવ છે. તેણે પહેલી અને બીજી બન્ને ઇનિંગમાં સારી બોલિંગ કરી હતી. તમારી પાસે ટીમમાં જ્યારે અશ્વિન અને જાડેજા જેવા મહાન બોલર હોય ત્યારે ફાસ્ટ બોલરોને ઘણો આરામ મળી રહે છે, કેમ કે તમને ખબર છે કે આ મહાન બોલરો જ કમાલ કરી બતાવશે.’

બીજી ઇનિંગમાં મહેમાન ટીમની અડધી ટીમને એકલા હાથે પૅવિલિયનભેગી કરનારા શમીએ કોહલીની કૅપ્ટનશિપનાં પણ વખાણ કરીને કહ્યું હતું કે તે ઑન ફીલ્ડ બોલરને તેમની સ્ટ્રૅટેજી મુજબ બોલિંગ કરવાની છૂટ આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 03:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK