સાઉથ આફ્રિકન પ્લેયરો ઇન્ડિયન પ્લેયરો સાથે હૅન્ડશેક નહીં કરે

Published: Mar 11, 2020, 12:10 IST | New Delhi

નોંધવા જેવું છે કે વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે સાઉથ આફ્રિકન પ્લેયરો ઇન્ડિયન પ્લેયરો સાથે હાથ નહીં મીલાવે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આવતી કાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સીરિઝ શરૂ થવાની છે જેમાંની પહેલી મૅચ ધરમશાલામાં રમાશે. જોકે બન્ને ટીમ ધમરશાલા પહોંચી ગઈ છે.

નોંધવા જેવું છે કે વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે સાઉથ આફ્રિકન પ્લેયરો ઇન્ડિયન પ્લેયરો સાથે હાથ નહીં મીલાવે. આ વિશે વાત કરતાં સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે કહ્યું કે ‘હૅન્ડશેક કરવું કે એના જેવી કોઈ પણ વાત એ એક ચિંતાનો વિષય છે. અમારા પ્લેયરોને કોઈ નુકસાન પહોંચે એ‍વી વસ્તુ કરવાનું અમે ટાળીશું. જો અમને મેડિકલને લગતી કોઈ ચિંતા હોય તો અમે અમારી મેડિકલ ટીમનો સંપર્ક કરીએ છીએ અને તેમની સલાહ લઈએ છીએ. અમારી સ્ટ્રોન્ગ મેડિકલ ટીમે અમને ડુઝ ઍન્ડ ડોન્ટ્સ જણાવ્યા છે અને એ અનુસાર અમે સાવચેતી રાખીએ છીએ.’

નોંધનીય છે કે કોરોના વાઇરસને પગલે ઇન્ડિયન ટીમના યુઝવેન્દ્ર ચહલે પોતાનો એક માસ્ક પહેરેલો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK