IPL 2019 : હાર્દિકની આક્રમક બેટીંગે મુંબઇએ બેંગ્લોરને 5 વિકેટે માત આપી

મુંબઈ | Apr 16, 2019, 09:00 IST

આઇપીએલમાંસોમવારે રમાયેલી મુંબઇ ઇને બેંગ્લોર વચ્ચેની ભારે રોમાંચક મેચમાં અંતિમ સમયે બાજી મારી લીધી હતી અને મુંબઇએ કોહલીની બેંગ્લોરની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઇની જીતમાં હાર્દિક પંડ્યાનો મહત્વનો ફાળો હતો.

IPL 2019 : હાર્દિકની આક્રમક બેટીંગે  મુંબઇએ બેંગ્લોરને 5 વિકેટે માત આપી
હાર્દિક પંડ્યા (PC : IPL)

આઇપીએલમાંસોમવારે રમાયેલી મુંબઇ ઇને બેંગ્લોર વચ્ચેની ભારે રોમાંચક મેચમાં અંતિમ સમયે બાજી મારી લીધી હતી અને મુંબઇએ કોહલીની બેંગ્લોરની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઇની જીતમાં હાર્દિક પંડ્યાનો મહત્વનો ફાળો હતો. તેણે 16 બોલમાં આક્રમક અણનમ 37 રનની ઇનીંગ રમી હતી. આમ બેંગ્લોરે આપેલા 172 રનના લક્ષ્યાંકને મુંબઇએ 19મી ઓવરમાં 5 વિકેટના ભોગે પાર પાડ્યો હતો.આમ, બેંગલોર તરફથી એબી ડિવિલિયર્સ અને મોઈન અલીએ અડધી સદી એળે ગઇ હતી.

મુંબઇની સારી શરૂઆત રહી
બેંગ્લોરે આપેલા 172 રનના લક્ષ્યાંક સામે મુંબઇની શરૂઆત સારી રહી હતી. સુકાની રોહિત શર્મા અને ડી કોકે પહેલી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ મોઇન અલી મુંબઇ પર ત્રાટક્યો હતો અને મોઈન અલીએ એક ઓવરમાં મુંબઈને બે ઝટકા આપ્યા હતા. તેણે પહેલા રોહિત શર્મા અને પછી ક્વિન્ટન ડિ કોકને આઉટ કર્યો હતો.
8મી ઓવરના પ્રથમ બોલ પર મુંબઈને પ્રથમ ઝટકો આપ્યો હતો. મોઈન અલીએ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને 28 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. તો ડિ કોકને 40 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. ડિ કોકે 26 બોલ પર 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. 11મી ઓવરના ત્રીજા બોલ પર યુજવેન્દ્ર ચહલ ઈશાન કિશનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઈશાને 9 બોલમાં 3 સિક્સની મદદથી 21 રન બનાવ્યા હતા. યુજવેન્દ્ર ચહલે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. સૂર્યકુમારે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ 18મી ઓવરના ચોથા બોલ પર ક્રુણાલ પંડ્યા પણ 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો.

બેંગ્લોરે શરૂઆતના ઝટકા બાદ બાજી સંભાળી
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ટોસ જીતીને બેંગ્લોરને પહેલા બેટીંગ આપી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગોરે મુંબઈ ઈન્ડિયન્સને
172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ તરફથી લસિથ મલિંગાએ સૌથી ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. બેંગલોર તરફથી સૌથી વધુ એબી ડિવિલિયર્સે 75 રન બનાવ્યા હતા. પરંતુ ડિવિલિયર્સે શરૂઆત ઘણી ધીમી હતી. તેણે પોતાના 50 રન બનાવવામાં 41 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ તેણે 51 બોલમાં કુલ 75 રન ફટકાર્યા હતા. તે 20મી ઓવરમાં રન આઉટ થયો હતો. આ સિવાય મોઇન અલીએ 32 બોલમાં 50 રન બનાવ્યા હતા.


આ પણ જુઓ : 
IPL 2019: આ છે એન્કર્સ જેમણે બનાવી દરેક સીઝનને હોટ


બેંગલોરની શરૂઆત ખરાબ રહી અને ટીમને ત્રીજી ઓવરમાં પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો હતો. જેસન બેહરેનડોર્ફે કેપ્ટન વિરાટ કોહલીને 8 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ 7મી ઓવરના અંતિમ બોલ પર પાર્થિવ પટેલ પણ આઉટ થઈ ગયો હતો. પાર્થિવે 20 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેને હાર્દિક પટેલે સૂર્યકુમાર યાદવના હાથે કેચ કરાવ્યો હતો.


ત્યાર બાદ મોઈન અલી અને એબી ડિવિલિયર્સે મોરચો સંભાળ્યો અને બેંગલુરૂની ઈનિંગને 144 રન સુધી લઈ ગયા ત્યારે બેંગલોરુને વધુ એક ઝટકો લાગતા મોઇન અલી આઉટ થયો હતો. તેણે 50 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 32 બોલમાં 1 ચોગ્ગો અને 5 સિક્સ ફટકારી હતી. તેને મલિંગાએ આઉટ કર્યો હતો. આ ઓવરના 5માં બોલ પર મલિંગાએ સ્ટોઇનિસને આઉટ કર્યો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK