અંતિમ બોલે ચેન્નઇને હરાવી મુંબઇએ ચોથીવાર IPLનું ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

Updated: May 14, 2019, 12:21 IST | હૈદરાબાદ

આપીએલ 2019ની ફાઇનલ અને રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા અંતિમ બોલે ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમને હરાવીને ચોથીવાર આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સે ચોથીવાર IPL ટાઇટલ જીત્યું (PC : IPL)
મુંબઇ ઇન્ડિયન્સે ચોથીવાર IPL ટાઇટલ જીત્યું (PC : IPL)

આપીએલ 2019ની ફાઇનલ અને રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા અંતિમ બોલે ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમને હરાવીને ચોથીવાર આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. લસિથ મલિંગાએ નાખેલી અંતિમ ઓવરમાં અંતિમ બોલ પર ચેન્નઇને જીતવા માટે 2 રનની જરૂર હતી. ત્યારે મલિંગાના યોર્કર બોલે ચેન્નઇને શાર્દુલ થાકુરને એલબી આઉટ કરી દેતા બાજી પલટાઇ ગઇ હતી અને મુંબઇ ટીમે ઇતિહાસ રચ્યો હતો. ઉલ્લેખનીય છે કે હજુ સુધી કોઇ પણ ટીમ ચાર વાર આઇપીએલનું ટાઇટલ જીત્યું ન હતું. ચેન્નઇ અને મુંબઇ ટીમે અત્યાર સુધી કુલ ત્રણ-ત્રણ વાર ટાઇટલ જીતી ચુક્યા હતા. આમ હવે મુંબઇએ ચોથીવાર ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

Malinga

મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આ જીત સાથે ચોથીવાર IPL નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ પહેલા મુંબઇ ટીમે વર્ષ 2013માં, વર્ષ 2015 અને વર્ષ 2017માં ચેમ્પિયન બની ચુક્યું છે. આ સાથે મુંબઈ આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે.

આમ, આ જીત સાથે મુંબઈ ટીમએ છેલ્લા 7 વર્ષમાં 4 ટાઇટલ પોતાના નામે કરી દીધા છે અને  આઇપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. આ પહેલા તે 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની હતી. મુંબઈની ટીમ 2017માં પણ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ્સ સામે 1 રને મેચ જીતી હતી.

આ પણ જુઓ : કેરોન પોલાર્ડ આક્રમક ક્રિકેટરની સાથે છે એક રોમેન્ટિક પતિ અને પ્રેમાળ પિતા

ચેન્નાઇએ શરૂઆતની 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 88 રન કર્યા
મુંબઇએ આપેલા 150 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી ચેન્નાઇએ 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 88 રન કર્યા હતા. શેન વોટ્સને આક્રમક રમત રમતા છેલ્લે સુધી ટીમનો સાથ આપતા 59 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આક્રમક 80 રન કર્યા હતા અને મુંબઇના મોઢામાંથી જીત છીનવી લીધી હતી અને ચેન્નઇને જીતની નજીક લઇ ગયો હતો. જોકે ધોની મોટી ઇનીંગ રમી શક્યો ન હતો અને તે 8 બોલમાં માત્ર 2 રન કરી રન આઉટ થયો હતો. જે ટીમનો પહેલો ટર્નીંગ પોઇન્ટ હતો.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK