કેકેઆરની ઓપનિંગ માટે તૈયાર મૉર્ગન અને કમિન્સ

Published: Sep 12, 2020, 11:38 IST | IANS | Abudhabi

૨૩ સપ્ટેમ્બરે કલકત્તા નાઇટ રાઇડર્સ પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે.

નાઇટ રાઇડર્સની ઓપનિંગ માટે ઓઇન મૉર્ગન અને પેટ કમિન્સ તૈયાર
નાઇટ રાઇડર્સની ઓપનિંગ માટે ઓઇન મૉર્ગન અને પેટ કમિન્સ તૈયાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું બે વખત ટાઇટલ જીતી ચૂકેલા કલકત્તા નાઇટ રાઇડર્સની ઓપનિંગ માટે ઓઇન મૉર્ગન અને પેટ કમિન્સ તૈયાર છે એ વાતની પુષ્ટિ ફ્રૅન્ચાઇઝીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે તાજેતરમાં કરી હતી. ૨૩ સપ્ટેમ્બરે કલકત્તા નાઇટ રાઇડર્સ પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આ બન્ને પ્લેયરને ફ્રૅન્ચાઇઝીએ ૧૫.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સના સીઈઓ મૈસુરે આ બન્ને પ્લેયર અને ટૉમ બેન્ટમ પહેલી મૅચ ૨૩ સપ્ટેમ્બરે રમી શકે એ માટે તેમના ક્વૉરન્ટીનના સમયગાળાને ૧૪ દિવસથી ઘટાડીને ૬ દિવસ કરવાની અરજી કરી છે. મૈસુરે જણાવ્યું કે આ વિશે તેમણે આયોજકો સાથે ચર્ચા કરી હતી. ૧૭ સપ્ટેમ્બરે આ ત્રણેય પ્લેયર યુએઈ પહોંચશે અને તેમની પહેલી મૅચ ૨૩ સપ્ટેમ્બરે રમશે. આ ત્રણેય પ્લેયર્સ બાયો સિક્યૉર કવરમાંથી નીકળી આઇપીએલના બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટમાં આવવાના હોવાથી આ ક્વૉરન્ટીનના સમયમાં ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ માટે તેમને કૉન્ટૅક્ટલેસ ઇમિગ્રેશન અને સૅનિટાઇઝ્‍ડ ચાર્ટર્ડ પ્લેનની સુવિધા પૂરી પાડવી પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK