Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સિરીઝ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યો હાફિઝ

સિરીઝ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યો હાફિઝ

03 September, 2020 04:15 PM IST | Manchester
IANS

સિરીઝ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યો હાફિઝ

મોહંમદ હાફીઝ

મોહંમદ હાફીઝ


પાકિસ્તાની બૅટ્સમૅન મોહમ્મદ હાફિઝે નૉટ-આઉટ ૮૬ રન કરીને પાકિસ્તાનને સિરીઝ ડ્રૉ કરાવવામાં સફળતા અપાવી હતી. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ તેમણે ત્રણ ટી20 મૅચની સિરીઝ રમી હતી. પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને બીજી મૅચ ઇંગ્લૅન્ડ જીત્યું હતું. જોકે છેલ્લી મૅચ પાકિસ્તાને જીતીને સિરીઝ ડ્રૉ કરી છે. ૨૦ ઓવરમાં પાકિસ્તાને ૧૯૦ રન કર્યા હતા. ત્રીજી વિકેટ માટે હાફિઝ (૮૬) અને ડેબ્યુટન્ટ હૈદર અલીએ (૫૪) ૧૦૦ રનની પાર્ટનરશિપ કરી હતી. મોઇન અલીના ૬૧ રન છતાં ઇંગ્લૅન્ડ ૨૦ ઓવરમાં ૧૮૫ રન કરી શકી હતી. પાકિસ્તાન ફક્ત પાંચ રનથી જીત્યું હતું. હૈદર અલી પાકિસ્તાનનો પહેલો પ્લેયર બન્યો છે જેણે તેની ટી20 ડેબ્યુ મૅચમાં ફિફ્ટી મારી હોય અને એ પણ ફક્ત ૨૮ બૉલમાં. ઇંગ્લૅન્ડ હવે શુક્રવારથી ઑસ્ટ્રેલિયા સાથે ત્રણ મૅચની ટી20 સિરીઝ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 04:15 PM IST | Manchester | IANS

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK