રોહિતની ગેરહાજરીથી ફાયદો થશે, રાહુલ ઘણો સારો પ્લેયર : મૅક્સવેલ

Published: 21st November, 2020 14:17 IST | Agency | Mumbai

ઑસ્ટ્રેલિયા સામેની વાઇટ બૉલ સિરીઝમાં ભારતના હિટમૅન રોહિત શર્માની ગેરહાજરીને યજમાન ટીમ પોતાના માટે એક સારા સમાચાર ગણી રહી છે, પણ...

રોહિત શર્મા
રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયા સામેની વાઇટ બૉલ સિરીઝમાં ભારતના હિટમૅન રોહિત શર્માની ગેરહાજરીને યજમાન ટીમ પોતાના માટે એક સારા સમાચાર ગણી રહી છે, પણ ગ્લેન મૅક્સવેલનું માનવું છે કે લોકેશ રાહુલ રોહિતની જગ્યા ભરવા માટે એક સારો વિકલ્પ છે અને તે ઘણો સારો પ્લેયર છે. રોહિતની ગેરહાજરીમાં રાહુલ વાઇસ કૅપ્ટન તરીકે ફરજ બજાવશે.

મૅક્સવેલે કહ્યું કે ‘રોહિત એક ક્લાસ પ્લેયર છે. તે એક એવો ઓપનર છે જે ત્રણ વાર ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તે લયમાં ન હોય એ તમારા માટે સારું છે. મારા માટે ભારત પાસે રોહિતનો બૅકઅપ છે અને એ છે લોકેશ રાહુલ. છેલ્લી આઇપીએલમાં તેનું પ્રદર્શન જબરદસ્ત હતું. તે ઓપનિંગ કરે કે ન કરે, પણ એ વાત તો નક્કી છે કે તે એક સારો પ્લેયર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK