Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇરફાન પઠાણ મેદાનમાં નહીં પણ સિલ્વર સ્ક્રિન પર કરશે નવી ઇનીંગની શરૂઆત

ઇરફાન પઠાણ મેદાનમાં નહીં પણ સિલ્વર સ્ક્રિન પર કરશે નવી ઇનીંગની શરૂઆત

14 October, 2019 09:02 PM IST | મુંબઈ ડેસ્ક

ઇરફાન પઠાણ મેદાનમાં નહીં પણ સિલ્વર સ્ક્રિન પર કરશે નવી ઇનીંગની શરૂઆત

ઇરફાન પઠાન

ઇરફાન પઠાન


ભારતીય ક્રિકેટ ટીમના ગુજ્જુ ઑલરાઉન્ડર ઇરફાન પઠાન હને નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે, પણ આ ઇનિંગ ક્રિકેટના મેદાનમાં નહીં પણ સિલ્વર સ્ક્રીન પર હશે. ઇરફાન અભિનય જગતમાં આગળ વધવા જઈ રહ્યો છે. ઇરફાનની ફિલ્મી ઇનિંગ તામિલ ફિલ્મથી શરૂ થશે. જો કે હજી ફિલ્મનું કોઇ નામ નથી રાખવામાં આવ્યું. આ ફિલ્મમાં લીડ રોલ સાઉથના સુપરસ્ટાર વિક્રમ ભજવશે. ઇરફાન આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.




આ ફિલ્મનું નિર્દેશન અજય ગણનમુથુ કરી રહ્યા છે, જેમણે આ સમાચાર ટ્વિટર પર શૅર કર્યા છે. ટ્વીટ સાથે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં ઇરફાનના ક્રિકેટ કરિઅર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં આઇપીએલ મેચ દરમિયાન વાગતી ટ્યૂન અને કોમેન્ટ્રી સંભળાય છે


માહિતી પ્રમાણે, ઇરફાને પોતાના કરિઅરમાં 173 મેચ રમી છે અને 301 વિકેટ લીધી છે. તેનું રનરેટ લગભગ 26.51નો રહ્યો છે, જ્યારે બૉલિંગ લગભગ 28.02ની રહી છે. માહિતી પ્રમાણે, ઇરફાનની ડેબ્યૂ ફિલ્મ એક સ્ટાઇલિશ એક્શન ફિલ્મ હશે. અજયે લખ્યું છે કે તે ઇરફાનને એક નવા અવતારમાં રજૂ કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. હવે સમય છે કંઇક જબરજસ્ત એક્શનનો.

Irfan Pathan

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

ટીવી કમર્શિયલ્સમાં ઇરફાન ઘણીવાર એક્ટિંગ કરી ચૂક્યો છે, પણ મોટા પડદા પર એક્ટિંગ કરવાની તેની પાસે આ પહેલી તક છે. ક્રિકેટ સંન્યાસ લીધા પછી ઇરફાન મેચ દરમિયાન ઘણીવાર કોમેન્ટ્રી કરતાં જોવા મળ્યો છે. આ સિવાય જમ્મૂ તેમજ કાશ્મીર ક્રિકેટ બૉડથી કોચ તરીકે એન્ડ મેન્ટોર તરીકે જોડાયેલ છે. મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે જોડાણની વાત કરીએ તો ઇરફાન 2015માં ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલાજામાં પણ ભાગ લઈ ચૂક્યો છે. 34 વર્ષના ઇરફાને 2016માં હૈદરાબાદની મૉડેલ સફા બેગ સાથે લગ્ન કર્યા. બન્નેનો એક દીકરો પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 09:02 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK