IPL 2020: KKR બહાર થતા સોશ્યલ મીડિયામાં મિમ્સ વાયરલ

Published: 4th November, 2020 21:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગઈ કાલે હૈદરાબાદની આ શ્રેષ્ઠ વિનીંગના લીધે કોલકાતા નાઈટ રાઈડર્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.

તસવીર સૌજન્યઃ ટ્વીટર
તસવીર સૌજન્યઃ ટ્વીટર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે શારજહામાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મેચ યોજાઈ હતી, જેમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે આઠ વિકેટે 149 રન કર્યા હતા. SRHએ સરળતાથી વિના વિકેટે 17 ઓવરમાં મેચ ખતમ કરી હતી. હૈદરાબાદની આ શ્રેષ્ઠ વિનીંગના લીધે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.

પરિણામે સોશ્યલ મીડિયામાં કેકેઆર ઉપર ખૂબ જ મિમ્સ વાયરલ થયા હતા. કેકેઆરના ફૅન્સની પણ ખૂબ જ મજાક ઉડાવવામાં આવી છે.

પહેલી ઈનિંગમાં કૅપ્ટન રોહિત શર્માએ સાત બોલમાં ચાર રન, ડી કોક 13 બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 25 રન, સુર્યકુમાર યાદવ 29 બોલમાં પાંચ ફોર મારીને 36 રન, ઈશાન કિશન 30 બોલમાં એક ફોર અને બે સિક્સ મારીને 33 રન, કૃણાલ પંડ્યા શૂન્ય, સૌરભ તિવારી એક રન, કાયર્ન પોલાર્ડ 25 બોલમાં બે ફોર અને ચાર સિક્સ મારીને 41 રન, કાઉન્ટર-નાઈલ એક રને આઉટ થયો હતો. અંતે જેમ્સ પેટીસન ચાર રન અને ધવલ કુલકર્ણી ત્રણ રને નોટઆઉટ રહ્યા હતા.

બીજી ઈનિંગમાં ઓપનર્સે જ મેચ ખતમ કરી હતી. ડેવિડ વોર્નરે 58 બોલમાં 10 ફોર અને એક સિક્સ મારીને 85 રન અને વ્રિધીમાન સાહાએ 45 બોલમાં સાત ફોર અને એક સિક્સ મારીને 58 રન કર્યા હતા.

MIમાં રાહુલ ચહરે ચાર ઓવરમાં 36 રન,  નાથન કાઉન્ટ નાઈલે ચાર ઓવરમાં 27 રન, ધવલ કુલકર્ણીએ ત્રણ ઓવરમાં 22 રન, જેમ્સ પેટીસને ત્રણ ઓવરમાં 29 રન અને કૃણાલ પંડ્યાએ ત્રણ ઓવર એક બોલમાં 37 રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK