IPL 2020: CSKની ઓપનિંગ મેચમાં ધાર્યા મુજબની ટીમ નહીં હોય?

Published: Sep 13, 2020, 17:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સુરેશ રૈનાએ ટુર્નામેન્ટ છોડ્યા બાદ ઋતુરાજને તેનો વિકલ્પ જોવામાં આવતો હતો. ઋતુરાજનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો, હજી સુધી તેની તબિયતમાં જોઈએ તેવો સુધારો દેખાતો નથી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

IPL 2020 રમવા માટે યુએઈ આવેલા ચેન્નઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ કોરોના પૉઝિટિવ થયો હતો. ઉપરાંત ફાસ્ટ બૉલર દીપક ચાહર પણ કોવિડ પૉઝિટિવ હતો. જોકે તેની તબિયત સુધરતા ફરી ટીમમાં જોડાયો છે. દીપકના એક દિવસ બાદ ઋતુરાજનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો પરંતુ હજી સુધી તેની તબિયતમાં જોઈએ તેવો સુધારો દેખાતો નથી.

આ ટીમના 13 સભ્યો કોવિડ પૉઝિટિવ થતા અચંબો થયો હતો, જોકે હવે બધુ ઠીક છે. રવિવારે ટીમ તરફથી સ્ટેટમેન્ટ આવ્યું કે ઋતુરાજને રિકવર થતા હજી સમય લાગશે અને કદાચ શરૂઆતની અમૂક મેચ તે ન પણ રમે.

ચેન્નઈ સુપર કિંગ્સના કાર્યકારી અધિકારી કેએસ વિશ્વનાથને કહ્યું કે, ઋતુરાજને પ્રોટોકોલ મુજબ બે ટેસ્ટ કરવા પડશે, એક આજે અને એક દિવસ પછી બીજો. જો બંને ટેસ્ટ નેગેટિવ આવે તો ટીમની હૉટલના બબલમાં તે પાછો આવી શકશે. ટીમના જે સ્ટાફના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે તે ફરી જોડાયા છે.

સુરેશ રૈનાએ ટુર્નામેન્ટ છોડ્યા બાદ ઋતુરાજને તેનો વિકલ્પ જોવામાં આવતો હતો. ઈન્ડિયા એ ટીમના રેગ્યુલર પ્લેયર ગણાતા ઋતુરાજ ઘણા સમયથી ફોર્મમાં છે. ચેન્નઈની ટીમે પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન વિરુદ્ધ 19 સપ્ટેમબરે સાંજે સાડા સાત વાગ્યે રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK