ફાઈનલ પહેલા દિલ્હીના કૉચ રિકી પોન્ટિંગે મુંબઈને આપી ચેતાવણી, કહ્યું આ...

Published: 10th November, 2020 11:24 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ મેચ હારવા છતા દિલ્હી કેપિટલ્સ પ્રથમ વાર ચેમ્પિયન બની શકે તેવી આશા છે

રિકી પોન્ટિંગ
રિકી પોન્ટિંગ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) સિઝન 13ની 56 લીગ મેચ અને પ્લે-ઓફ્ફના 3 મુકાબલા પછી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમ આજે દુબઈ ખાતે ટાઈટલ જીતવા ટકરાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન પાંચમી વખત ટ્રોફી જીતવા ફેવરિટ છે, તો બીજી તરફ ટૂર્નામેન્ટની બીજી સૌથી મજબૂત ટીમ દિલ્હી પહેલીવાર ટ્રોફી ઉપાડવા મેદાન પર પોતાનું સંપૂર્ણ આપી દેશે. ખાસ વાત છે કે મુંબઈ ચાર વખત ચેમ્પિયન બની ચૂક્યુ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્રથમ વાર ફાઈનલ સુધી પહોંચી શકી છે. દરમિયાન દિલ્હીના કૉચ રિકી પોન્ટિંગ (Ricky Ponting)એ મુંબઈને ચેતવણી આપી છે અને કહ્યું છે કે, તેમની ટીમનુ આ સિઝનનુ બેસ્ટ પરફોર્મન્સ આવવાનુ હજુ બાકી છે.

દિલ્હી કેપિટલ્સની ટીમને આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ વાર હરાવી છે. દિલ્હીના કૉચ રિકી પોન્ટિંગ માને છે કે, ત્રણ મેચમાં હારી ગયા છતાં દિલ્હી પહેલીવાર ચેમ્પિયન બની શકે છે. પોન્ટિંગે કહ્યું કે, મને બહુ વધુ આશા છે કે અમારી ટીમ બહુ સારી છે. અમારી શરૂઆત પણ સારી રહી છે. સિઝનની વચ્ચે કેટલીક વસ્તુઓમાં ગરબડ થઈ, પરંતુ છેલ્લી ત્રણ મેચોમાંથી બે મેચોમાં અમે સારી રમત બતાવી છે અને મને આશા છે કે ફાઈનલમાં અમે મુંબઇને હરાવી શકીશું.

પોન્ટિંગે વધુમાં કહ્યું હતું કે, કોઈ ફરક નથી પડતો કે અમે મેચો ગુમાવી દીધી. દરેક ટીમે થોડી મેચ જીતી, થોડી હારી પરંતુ અમારું તમામ નુકસાન ગ્રુપમાં હતું અને લય બદલવી ઘણી મુશ્કેલ હતી. પરંતુ ખેલાડીઓએ તે કર્યું અને અમે હવે ફાઈનલમાં છીએ. મને લાગે છે કે અમારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ આવવાનું બાકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK