IPL 2019: રહાણેની જગ્યાએ સ્ટિવ સ્મિથ રાજસ્થાન રોયલ્સનો નવો કેપ્ટન

Published: Apr 20, 2019, 15:52 IST

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જયપુરમાં રમાનારી મેચ પહેલા રાજસ્થાન ટીમ મેનેજમેન્ટે અગત્યનો નિર્ણય કર્યો છે. ટીમના પરફોર્મન્સને ધ્યાનમાં રાખતા અજિંક્યા રહાણેની જગ્યાએ સ્ટિવ સ્મિથને ટીમની સુકાની સોપવામાં આવી છે.

સ્ટિવ સ્મિથ રાજસ્થાન રોયલ્સનો નવો કેપ્ટન
સ્ટિવ સ્મિથ રાજસ્થાન રોયલ્સનો નવો કેપ્ટન

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જયપુરમાં રમાનારી મેચ પહેલા રાજસ્થાન ટીમ મેનેજમેન્ટે અગત્યનો નિર્ણય કર્યો છે. ટીમના પરફોર્મન્સને ધ્યાનમાં રાખતા અજિંક્યા રહાણેની જગ્યાએ સ્ટિવ સ્મિથને ટીમની સુકાની સોપવામાં આવી છે. રાજસ્થાનનું આ સીઝનમાં ફોર્મ ખાસ રહ્યું નથી સીઝનની અડધી મેચ પતી ગઈ હોવા છતા રાજસ્થાન માત્ર 2 મેચ જ પોતાના નામે કરી શક્યું છે. ઉલ્લેખનીય છે કે હવે રાજસ્થાન સ્ટિવ સ્મિથની કેપ્ટનશિપમાં બાકીની મેચો રમશે.

ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સની ટીમ અજિંક્યા રહાણેની આગેવાનીમાં રમી હતી જેને ધ્યાનમાં રાખતા આ વર્ષે પણ સુકાની અજિંક્યા રહાણેને સોપવામાં આવી હતી. જો કે આ વર્ષે ટીમનું પ્રદર્શન સારુ રહ્યું નથી. રાજસ્થાન આ સીઝનમાં 8 મેચ રમ્યું છે જેમાંથી 2 મેચમાં જીત થઈ છે જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

 

આ પણ વાંચો: મહિલાઓની આપત્તિજનક ટિપ્પણી પર હાર્દિક અને લોકેશ રાહુલ પર 20 લાખનો દંડ

 

સીઝનની બાકીની મેચને ધ્યાનમાં રાખતા રાજસ્થાન ટીમ મેનેજમેન્ટ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્ટિવ સ્મિથને ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સ રવિવારે સીઝનની 9મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે જયપુરના માનસિંહ સવાઈ મેદાન પર રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK