INDvsWI : કોનું જોશ હશે હાઈ, કોહલી કે પોલાર્ડ?

Published: Dec 22, 2019, 12:12 IST | Mumbai

1-1થી વન-ડે સિરીઝ બરાબરીએ લાવી દીધા બાદ આજની છેલ્લી મૅચ જીતીને બન્ને ટીમ સિરીઝ પર કબજો મેળવવા મથામણ કરશે : 15 વર્ષનો રેકૉર્ડ ઇન્ડિયા બચાવી શકશે કે નહીં એ આજની મૅચ નક્કી કરશે : બન્ને ટીમના પ્લેયરોનો કૉન્ફિડન્સ પણ ભરપૂર,

(આઇ.એ.એન.એસ.) ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંની ત્રીજી અને અંતિમ મૅચ આજે કટકમાં રમાવાની છે. ભારત-વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝમાં 1-1 ની બરાબરીએ છે અને આજની મૅચ જીતીને બન્ને ટીમો સિરીઝ પર કબજો મેળવવા પ્રયાસ કરશે. ઇન્ડિયા 15 વર્ષમાં બે સિરીઝ એકસાથે નથી હારી અને આજે એ રેકૉર્ડ બચાવી શકશે કે કેમ એ સવાલ છે.

પહેલી મૅચ હારી ગયા બાદ બીજી વન-ડેમાં ઇન્ડિયાએ જબરદસ્ત કમબૅક કર્યું હતું. ટીમ ઇન્ડિયા અને ટીમ વેસ્ટ ઇન્ડીઝના ટૉપ અને મિડલ ઑર્ડર પ્લેયરો ફૉર્મમાં હોવાની જાણ પણ પાછલી બે મૅચમાં મળી ગઈ છે. જોકે ભારત વતી કૅપ્ટન કોહલીના બૅટથી રન નીકળતા જોવા નથી મળ્યા જે એક ચિંતાનો વિષય છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નવદીપ સૈની દીપક ચાહરની જગ્યાએ રમતો જોવા મ‍ળશે. જો નવદીપને ટીમના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે તો આજની મૅચ તેની વન-ડે ડેબ્યુ મૅચ હશે. ભારતીય ટીમ માટે ફીલ્ડિંગ એક ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે. છેલ્લી બે મૅચોમાં ટીમ ઇન્ડિયાએ નબળી ફીલ્ડિંગનું પ્રદર્શન કર્યું છે. જોકે એમાં સુધારાની ખાસી એવી જરૂરત છે.

સામા પક્ષે મહેમાન ટીમની ઓપનિંગ જોડી પણ ફૉર્મમાં છે, જ્યારે કિમો પૉલ અને શેલ્ડન કોટ્રરેલ જેવા ઘાતક બોલરો ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોને મોટો સ્કોર કરતાં અટકાવવાનો પ્રયાસ કરશે. ટૂંકમાં કોહલી અને પોલાર્ડની ટીમનો જોશ હાઈ છે અને આજની મૅચ જીતવા તેઓ પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપવા માગશે. વેસ્ટ ઇન્ડીઝને તેની ધરતી પર ભારતે ટી૨૦, વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં ક્લિન સ્વીપ આપી હતી જેને લીધે વિન્ડીઝ એક પણ મૅચ પોતાના નામે કરી શકી નહોતી. આજની મૅચ અને સિરીઝ જીતી વિન્ડીઝ પાસે કમસે કેમ વન-ડેમાં ભારતને હરાવી પોતાને મળેલી હારનો બદલો લેવાની સારી એવી તક છે અને તે આ તકને સફળતામાં બદલી શકે કે કેમ એ તો આજે મૅચ પૂરી થયા બાદ જ ખબર પડશે.

વિરાટ કોહલીનો કયો રેકૉર્ડ આજે તોડી શકે છે રોહિત શર્મા?
ઇન્ડિયન વન-ડે ટીમના સ્ટાર બૅટ્સમૅન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ કટકમાં રમાનારી અંતિમ વન-ડે મૅચમાં એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત શર્મા પોતાના સાથી ખેલાડી કૅપ્ટન વિરાટ કોહલીનો સૌથી મોટો રેકૉર્ડ એટલે કે એક વર્ષમાં બનાવેલા સૌથી વધુ રનનો રેકૉર્ડ તોડી શકે એમ છે. રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝની વિરુદ્ધ અંતિમ વન-ડેમાં ૩૪ રન બનાવતાં જ વિરાટ કોહલીના 2017 માં બનાવેલા સૌથી વધારે વન-ડે રનોના રેકૉર્ડને તોડી દેશે. વિરાટ કોહલીએ 2017 ના કૅલેન્ડર યરમાં 6 સદી અને 7 અડધી સદીની મદદથી 1460 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૨૦૧૯ કૅલેન્ડર યરમાં અત્યાર સુધી ૭ સદી અને ૫ અડધી સદી ફટકારતાં 1427 રન બનાવ્યા છે. રોહિત શર્મા દ્વારા 34 રન બનાવાતાં જ તે કોહલીનો રેકૉર્ડ તોડી દેશે.

વિરાટ કોહલીએ 2019 કૅલેન્ડર યરમાં અત્યાર સુધી 1292 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આ વર્ષે સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે. રોહિત શર્મા 1427 રન સાથે પ્રથમ અને વેસ્ટ ઇન્ડીઝનો શાઇ હૉપ 1303 રન સાથે બીજા નંબરે છે.

આ પણ જુુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

100 વિકેટથી એક કદમ દૂર કુલદીપ
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦૦ વિકેટ લેવા માટે કુલદીપ યાદવને ફક્ત એક જ વિકેટની જરૂર છે. ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વન-ડેમાં હૅટ-ટ્રિક લઈને કુલદીપ યાદવે ઇતિહાસ રચ્યો હતો અને એ વન-ડે ઇન્ટરનૅશનલમાં બે વાર હૅટ-ટ્રિક લેનારો પહેલો ભારતીય પ્લેયર બન્યો હતો. આ વખતે ત્રીજી વન-ડેમાં પણ વધુ એક રેકૉર્ડ કરવાની કુલદીપ પાસે તક છે. વન-ડે મૅચમાં ૧૦૦ વિકેટ લેવાના રેકૉર્ડથી તે માત્ર એક વિકેટ દૂર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK