Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયાને હંફાવ્યું વેસ્ટ ઇન્ડીઝે

ઇન્ડિયાને હંફાવ્યું વેસ્ટ ઇન્ડીઝે

23 August, 2019 11:24 AM IST | નૉર્થ સાઉન્ડ

ઇન્ડિયાને હંફાવ્યું વેસ્ટ ઇન્ડીઝે

ઇન્ડિયાને હંફાવ્યું વેસ્ટ ઇન્ડીઝે

ઇન્ડિયાને હંફાવ્યું વેસ્ટ ઇન્ડીઝે


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ૭.૫ ઓવર સુધીમાં ૨૫ રનના ટોટલે મયંક અગરવાલ પાંચ રન, ચેતેશ્વર પુજારા બે રન અને કૅપ્ટન વિરાટ કોહલી ૯ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. લોકેશ રાહુલ અને અજિંક્ય રહાણેએ લાંબી પાર્ટનરશિપ કરીને વિકેટ પડતી અટકાવી હતી.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન



ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૫૪મી ટેસ્ટ રમી રહેલા કીમાર રોચે મયંક અગરવાલ અને ચેતેશ્વર પુજારાને પાંચમી ઓવરમાં આઉટ કરીને ભારતને જબરદસ્ત આંચકા આપ્યા હતા. કોહલી ૧૨ બૉલમાં ૯ રન બનાવીને આઉટ થતાં યજમાન પ્લેયરો ખુશખુશાલ થઈ ગયા હતા. લંચ પહેલાં ભારતે ૪૪ ઓવરમાં ૪ વિકેટે ૧૨૩ રન બનાવી લીધા હતા, જેમાં લોકેશ રાહુલ ૪૪ રન બનાવીને આઉટ થયા પછી રહાણે ૪૮ અને વિહારી ૯ રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 11:24 AM IST | નૉર્થ સાઉન્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK