મુરલીધરનની ટેસ્ટ-વિકેટના રેકૉર્ડની બરાબરી કરવામાં અશ્વિન એક વિકેટ દૂર

Published: Oct 06, 2019, 11:44 IST | વિશાખાપટ્ટનમ

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચમાં રવિચંદ્રન અશ્વિને પહેલી ઇનિંગમાં મહેમાન ટીમના ૭ પ્લેયરોને પૅવિલિયનભેગા કરી ફરી એક વાર પોતાની ટૅલન્ટનો પરચો આપ્યો છે.

મુરલીધરન
મુરલીધરન

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચમાં રવિચંદ્રન અશ્વિને પહેલી ઇનિંગમાં મહેમાન ટીમના ૭ પ્લેયરોને પૅવિલિયનભેગા કરી ફરી એક વાર પોતાની ટૅલન્ટનો પરચો આપ્યો છે. આ શાનદાર પર્ફોર્મન્સને લીધે તે આજે સૌથી ઝડપી ૩૫૦ વિકેટ લેવાના રેકૉર્ડમાં પોતાનું નામ ઉમેરાવી શકે છે. અત્યાર સુધી ઝડપી ૩૫૦ વિકેટ લેવાનો રેકૉર્ડ શ્રીલંકન પ્લેયર મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે ૬૬ ટેસ્ટ મૅચમાં આટલી વિકેટ લીધી હતી. યોગાનુયોગ એ છે કે અશ્વિનની પણ આ ૬૬મી ટેસ્ટ મૅચ છે અને જો તે આજની મૅચમાં બાકી રહેલી બીજી ઇનિંગમાં એક વિકેટ લેશે તો તે મુરલીધરનના રેકૉર્ડની બરાબરી કરી લેશે. ભારતનો ભૂતપૂર્વ પ્લેયર અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ લેવા માટે ૭૭ મૅચ રમ્યો હતો.

આ પણ વાંચો : IND vs SA: બેટિંગ‍‍નો બાદશાહ રોહિત શર્મા

ઇન્ડિયાની બીજી ઇનિંગમાં ગઈ કાલે એકમાત્ર મયંક અગરવાલ સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ થયો હતો. તેના સિવાય પિચ પર ઊતરેલા દરેક ઇન્ડિયન પ્લેયરે દ્વિઅંકી સ્કોર કર્યો હતો અને તમામ બૅટ્સમેનોએ ઓછામાં ઓછી એક સિક્સર તો મારી જ હતી. રોહિતે સાત, જાડેજાએ ત્રણ, પુજારાએ બે, કોહલી અને રહાણેએ ૧-૧ સિક્સર ફટકારી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK