Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતે રચ્યો ઇતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં જીતી ટેસ્ટ સીરીઝ

ભારતે રચ્યો ઇતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં જીતી ટેસ્ટ સીરીઝ

14 February, 2019 04:04 PM IST | સિડની

ભારતે રચ્યો ઇતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં જીતી ટેસ્ટ સીરીઝ

ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું.

ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમવામાં આવેલી ચોથી ટેસ્ટ મેચ ભલે ડ્રૉ થઈ ગઈ. આ મેચમાં યજમાનને ખરાબ રોશની અને વરસાદે હારથી બચાવી લીધા, પરંતુ કાંગારૂઓ ભારતીય ટીમને આ વખતે ઇતિહાસ રચવામાંથી ન રોકી શક્યા. સિડનીની ટેસ્ટ મેચ ડ્રૉ થવા છતાંપણ ભારતે ચાર ટેસ્ટ મેચની આ સીરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી. આ જીતની સાથે જ 71 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં જીત મેળવવાની રાહનો પણ અંત આવ્યો. આ પહેલો મોકો છે જ્યારે કોઈ ભારતીય ટીમે કાંગારૂઓને હરાવીને તેમની જ ધરતી પર ટેસ્ટ સીરીઝ જીતી હોય.

ભારતે રચ્યો ઇતિહાસ



ભારતીય ટીમે આ ટેસ્ટ સીરીઝને જીત્યા પછી 71 વર્ષની રાહનો અંત આણ્યો છે અને સાથે જ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં સીરીઝ હરાવનારી પહેલી એશિયન ટીમ પણ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં ફક્ત ચાર જ દેશો સીરીઝમાં મ્હાત કરી શક્યા છે. એ ચાર દેશો છે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇંડીઝ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા.


ભારતે આ રીતે જીતી સીરીઝ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સીરીઝની પહેલી ટેસ્ટ એડિલેડમાં રમવામાં આવી હતી. આ મેચ ભારતે 31 રનથી જીતી. બીજી ટેસ્ટ મેચ પર્થમાં રમવામાં આવી અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સીરીઝને 1-1ની બરાબરી પર મૂકી દીધી. ત્યારબાદ મેલબર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમવામાં આવી. આ ત્રીજી મેચમાં કોહલીની વિરાટ સેનાએ પોતાના શ્રેષ્ઠતમ પ્રદર્શનથી કાંગારૂઓને મ્હાત આપીને સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી. આ સીરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં શરૂ થઈ. આ મેચમાં પણ ભારતીય ટીમે ઉમદા પ્રદર્શન કરીને કાંગારૂઓ પર સકંજો કસી દીધો હતો, પરંતુ ખરાબ રોશની અને વરસાદે કાંગારૂઓને 3-1થી શરમમાં મૂકાતા બચાવી લીધા અને સીરીઝનો અંત 2-1ની સ્કોરલાઈન સાથે થયો.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 04:04 PM IST | સિડની

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK