World Cup: અત્યાર સુધી આટલી મેચ થઈ છે રદ્દ, પછી બન્યો આ ઈતિહાસ

Jun 08, 2019, 16:55 IST

વર્લ્ડ કપ 2019ની 11ની શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. પરંતુ આ મેચ રદ્દ થઇ ગઇ હતી. મહત્વનું એ છે કે આ ટીમમાંથી એક ટીમ વર્લ્ડ કપ જીતે છે.

World Cup: અત્યાર સુધી આટલી મેચ થઈ છે રદ્દ, પછી બન્યો આ ઈતિહાસ
વર્લ્ડ કપ 2019ની ટ્રોફી કોણ કરશે પોતાના નામે?

વર્લ્ડ કપ 2019ની 11ની શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. પરંતુ આ મેચ રદ્દ થઇ ગઇ હતી. આ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. વરસાદ એટલો બધો હતો કે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો હતો ન હતો. જો કે આ પહેલીવાર નથી જ્યારે વર્લ્ડ કપમાં મેચ રદ્દ કરવામાં આવી હોય. આ પહેલા પણ મેચ રદ્દ થવાના કિસ્સા થયા છે. પરંતુ વર્લ્ડ કપમાં વરસાદના કારણે મેચ રદ્દ થવાના ઘણા રસપ્રદ કિસ્સા છે. જે આજે અમે તેમને જણાવીશું.

અત્યાર સુધી ત્રણવાર વર્લ્ડ કપમાં મેચ વરસાદના કારણે રદ્દ થઇ ચુકી છે

વર્લ્ડ કપની મેચ દરેક ટીમ માટે મહત્વની હોય છે. જે જીતીને પોતાના ખાતામાં પોઈન્ટ ઉમેરવાનું ટીમ ઈચ્છે છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ત્રીજી વાર બન્યુ જ્યારે મેચ રદ્દ કરવામાં આવી હોય. 2019 પહેલા સૌથી પહેલા 1979માં બીજા વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ કરવામાં આવી હતી. જ્યારે 2015માં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રમાઈ શકી હતી નહી.

આ પણ વાંચો: પાકિસ્તાન-શ્રીલંકા મૅચ વરસાદે ધોઈ નાખી : બન્ને ટીમોને એક-એક પૉઇન્ટ

જે મેચ વરસાદના કારણે રદ્દ થઇ છે તેમાંથી એક ટીમ વર્લ્ડ કપ જીતે છે

જાણીને આશ્ચર્ય થશે પણ આ પહેલા રદ્દ થયેલી વર્લ્ડ કપ મેચમાં જે મેચ રદ્દ થઈ એમાંથી એક ટીમ વિશ્વ વિજેતા બની હતી. 1979માં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રદ્દ થઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. 2015માં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રદ્દ થઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. 2019 વર્લ્ડ કપમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થઈ છે શું આ વખતે ઈતિહાસ ફરી એકવાર લખાશે. શું પાકિસ્તાન કે શ્રીલંકામાંથી કોઈ એક ટીમ વર્લ્ડ કપ જીતશે ?

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK