AO 2019: ઓસાકાએ જીત્યો બીજી વાર ગ્રાન્ડસ્લૈમ ખિતાબ
બીજી વાર જીત્યો ગ્રાન્ડસ્લેમ ખિતાબ
જાપાનની યુવા સ્ટાર નાઓમી ઓસાકાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલી વાર મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. રોમાંચક ફાઈનલ મુકાબલામાં બે વાર પેત્રા ક્વિતોવાને 7-6,5-7 અને 6-4 થી હરાવીને ઓસાકાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખિતાબ જીતવાની સાથે તે રેન્કિંગમાં પ્રથમ રેન્ક પર પહોંચી જશે અને તે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરાર પહેલી એશિયાઈ મહિલા બનશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓસાકાએ અમેરિકી ઓપન ખિતાબ જીત્યો છે. 2016માં એક હુમલામાં ઘાયલ થનારી ક્વિતોવાએ સતત ચાર પોઈન્ટ મેળવીને મેચમાં પરત ફરી હતી જો કે ઓસાકાએ આક્રમક ખેલ દર્શાવતા જીત પ્રાપ્ત કરી છે. આ જીત સાથે ઓસાકા સોમવારે જાહેર થનારા WTA રેન્કિંદગમાં મોખરાનું સ્થાન મેળવશે. સિમોના હાલેપને હરાવીને તે વિશ્વની નંબર વન પ્લેયર બની જશે.