Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે હૉકી વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ ભારત વિ. નેધરલૅન્ડ્સ

આજે હૉકી વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ ભારત વિ. નેધરલૅન્ડ્સ

24 December, 2018 07:19 PM IST | Bhubaneswar

આજે હૉકી વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ ભારત વિ. નેધરલૅન્ડ્સ

ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડને હરાવવા સજ્જ છે ટીમ ઈન્ડિયા

ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડને હરાવવા સજ્જ છે ટીમ ઈન્ડિયા


ભુવનેશ્વરમાં ચાલી રહેલા હૉકી વર્લ્ડ કપમાં ભારત અપેક્ષાના બોજ હેઠળ આજે ક્વૉર્ટર ફાઇનલમાં ૪૩ વર્ષ પછી પહેલી વખત પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટાઇટલ જીતવા માટે શક્તિશાળી નેધરલૅન્ડ્સ સામે ટકરાશે. હૉકીમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું ભારત છેલ્લે ૧૯૭૫માં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં રમ્યું હતું. ભારત એ વર્લ્ડ કપ જીત્યું હતું. એ વર્લ્ડ કપ વિજય ભારતનો એકમાત્ર વર્લ્ડ કપ વિજય હતો. ઇતિહાસ યજમાન ટીમની તરફેણ નથી કરતો, કારણ કે ભારત વર્લ્ડ કપમાં ક્યારેય નેધરલૅન્ડ્સ સામે જીત્યું નથી. આ બન્ને દેશ વચ્ચે રમાયેલી છેલ્લી ૬ મૅચમાં નેધરલૅન્ડ્સ પાંચ જીત્યું હતું અને એક ડ્રૉ રહી હતી. જો મનપ્રીત સિંહ અને તેના ખેલાડીઓ ડચ ટીમ સામે જીતવામાં સફળ રહ્યા તો ભારતના ભવ્ય હૉકી ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાશે.

વર્તમાન ફૉર્મ અને રૅન્કિંગમાં બન્ને ટીમ વચ્ચે ખાસ કોઈ અંતર નથી. નેધરલૅન્ડ્સ ચોથા અને ભારત પાંચમા સ્થાને છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી મૅચ ૧-૧થી ડ્રૉ પરિણમી હતી. બન્ને ટીમ વચ્ચે કુલ ૧૦૫ મૅચ રમાઈ છે, જેમાં ભારત ૩૩ જીત્યું છે જ્યારે ૪૮ હાર્યું છે અને બાકીની મૅચ ડ્રૉ રહી છે. ૨૦૧૩થી અત્યાર સુધીમાં બન્ને ટીમ વચ્ચે ૯ મૅચ રમાઈ છે જેમાં ભારતે ૪ જીતી છે અને એક ડ્રૉ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 07:19 PM IST | Bhubaneswar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK