Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Pro Kabaddi League માં ગુજરાત ટીમનો સાતમો પરાજય

Pro Kabaddi League માં ગુજરાત ટીમનો સાતમો પરાજય

28 August, 2019 08:35 PM IST | Mumbai

Pro Kabaddi League માં ગુજરાત ટીમનો સાતમો પરાજય

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ (PC : PKL)

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ (PC : PKL)


Mumbai : Pro Kabaddi League 2019 ગુજરાત ફોર્ચ્યુ જાયન્ટ્સ માટે સારૂ નથી રહ્યું. ગુજરાતની ટીમના ખરાબ પ્રદર્શનનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે એટલે કે બુધવારે રમાયેલી હરિયાણા સ્ટિલર્સ સામેની મેચમાં ગુજરાતની ટીમનો કારમો પરાજય થયો હતો. હરીયાણા સ્ટિલર્સે 41-25 થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમને માત આપી હતી. ટુર્નામેન્ટમાં પરત ફરવા માટે ગુજરાતની ટીમ સતત ઝઝુમી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પણ તમામ મેચ હારી હતી. જે પહેલીવાર બન્યું હતું.

PKL માં ગુજરાતની ટીમે છેલ્લી બંને સીઝનની ફાઇનલ સુધીની સફર કરી છે
પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સિઝન સુધી ફાઇનલ સુધીની સફર કરનાર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમનો આ સિઝનમાં સાતમો પરાજય છે. પાછલી મેચમાં ગુજરાતની ટીમે છ મેચોમાં પરાજય બાદ વાપસી કરતા વિજય મેળવ્યો હતો. ત્યારે આજે આશા હતી કે ગુજરાતની ટીમ ફરી પોતાના વિજય અભિયાન પર પરત ફરશે પરંતુ હરિયાણા સ્ટિલર્સ સામે ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.




મેચમાં ગુજરાતની શરૂઆત ખરાબ રહી
હરિયાણાએ ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી હતી. બે પોઈન્ટથી પાછળ રહ્યાં બાદ ગુજરાતે સ્કોર
2-2થી બરોબર કરી લીધો હતો. જોકે હાફ ટાઈમ સુધીમાં ગુજરાતની ટીમ હરિયાણા સામે રમતના તમામ વિભાગમાં નબળી પુરવાર થઈ હતી અને તે 11-20થી પાછળ રહી હતી. બીજા હાફમાં પણ ગુજરાત હરિયાણા સામે મુકાબલો કરવામાં નબળું પડ્યું હતું. હરિયાણાની ટીમે ગુજરાતની ટીમને સરસાઈ માટેની કોઈ તક આપી નહતી.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

PKL 2019 માં ગુજરાતે 11માંથી 7 મેચમાં હારનો સામનો કર્યો
આ ટુર્નામેન્ટમા ગુજરાતે કુલ
11માંથી 7 મેચો ગુમાવી હતી. આ ગુજરાતનો સાતમો પરાજય છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 25 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. ગુજરાતનો હવે આગામી મુકાબલો શનિવારે બેંગલુરૂ બુલ્સ સામે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 08:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK