રાયડુની નિવૃતીનું કારણ પસંદગીકારો છે, ભારતીય ક્રિકેટનો આ ખરાબ સમય છે : ગંભીર

Updated: Jul 03, 2019, 23:38 IST | Delhi

અંબાતી રાયડુએ અચાનક ક્રિકેટ જગતમાંથી નિવૃતી જાહેર કરતા સૌવ કોઇ ચોકી ઉઠ્યા હતા. તેની નિવૃતી બાદ પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીને જવાબદાર ગણાવ્યા છે. ગૌતમ ગંભીરે પસંદગીકારના વલણને શરમનજક ગણાવ્યું.

Delhi : અંબાતી રાયડુએ અચાનક ક્રિકેટ જગતમાંથી નિવૃતી જાહેર કરતા સૌવ કોઇ ચોકી ઉઠ્યા હતા. તેની નિવૃતી બાદ પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીને જવાબદાર ગણાવ્યા છે. ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા ગૌતમ ગંભીરે પસંદગીકારના વલણને શરમનજક ગણાવ્યા છે. તેનું કહેવું છે કે પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવાને કારણે રાયડૂએ નિવૃતીની જાહેરાત કરી છે.

વર્લ્ડ કપમાં અંબાતીને સતત નજર અંદાજ કરાયો
વર્લ્ડ કપ 2019 માટે ભારતીય પસંદગીકારોએ અંબાતી રાયડૂને
15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો ન હતો. તેને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ શિખર ધવન અને વિજય શંકર ઈજાગ્રસ્ત હોવા છતાં તેને તક ન આપી. તેનાથી પરેશાન થઈને રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે.

ગંભીરે ટ્વીટ કરી
BCCI ના પસંદગીકારોને ટાચમાં લીધા હતા
ક્રિકેટરમાંથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરે આ અંગે પર ટ્વીટ કર્યું. તેણે લખ્યું, 'મને લાગે છે કે આ વિશ્વકપમાં પસંદગીકાર પૂરી રીતે નિરાશ હશે. રાયડૂની નિવૃતી લેવાનું કારણ આ છે. પૂર્વ ઓપનરે પસંદગીકારો પર હુમલો કરતા કહ્યું, ત્યાં સુધી કે 5 પસંદગીકારોએ મળીને એટલા રન બનાવ્યા હશે, જેટલા રાયડૂએ પોતાના કરિયરમાં બનાવ્યા છે. તેણે નિવૃતી લેતા હું નિરાશ છું.' અંબાતી રાયડૂએ ભારત માટે અત્યાર સુધી 55 મેચ રમી છે, જેમાં તેણે 47.05ની એવરેજથી 1694 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ગૌતમ ગંભીરે આગળ કહ્યું, 'વિશ્વ કપમાં ઈજાની વચ્ચે રિષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. રાયડૂની જગ્યાએ ગમે તે હોય તેને ખોટુ લાગે. તેના જેવા ક્રિકેટરે આઈપીએલ અને દેશ માટે સારૂ કર્યું છે. તેણે કહ્યું, ત્રણ સદી અને 10 અડધી સદી ફટકાર્યા છતાં જો એક ખેલાડીએ નિવૃતી લેવી પડે તો આ ભારતીય ક્રિકેટ માટે ખરાબ સમય છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK