Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાન ફરી મેદાન પર કરશે વાપસી

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાન ફરી મેદાન પર કરશે વાપસી

01 November, 2020 04:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ઈરફાન પઠાન ફરી મેદાન પર કરશે વાપસી

ઈરફાન પઠાન (ફાઈલ તસવીર)

ઈરફાન પઠાન (ફાઈલ તસવીર)


ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર ઈરફાન પઠાન (Irfan Pathan) ફરી મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. પઠાન આ વર્ષે યોજાનાર લંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. આ લીગમાં ઈરફાન પઠાન કેન્ડી ફ્રેન્ચાઈજી ટીમ તરફથી રમશે.

ઈરફાન પઠાન લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી ફ્રેન્ચાઈજી ટીમ તરફથી રમશે. કેન્ડી તરફથી ટી-20ના બાદશાહ ક્રિસ ગેલ અને શ્રીલંકાના સ્ટાર ખેલાડી કુશલ પરેરા પણ રમશે. શ્રીલંકાના કુશલ મેન્ડિસ અને નુવાન પ્રદીપ સિવાય ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લિયામ પ્લન્કેટ પણ કેન્ડીની ટીમમાં છે. વર્લ્ડકપ વિજેતા પૂર્વ ક્રિકેટર હસન તિલકરત્ને આ ફ્રેન્ચાઈજીના કોચિંગ ટીમમાં સામેલ છે. ઇરફાન પઠાણે કહ્યું કે, ‘હું કેન્ડી ફ્રેન્ચાઈજી સાથે જોડાઈને ખૂબજ ખુશી અનુભવી રહ્યો છું. આ ટીમમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ છે અને હું આ ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છું’.



શ્રીલંકા પ્રીમિયર લીગ આઈપીએલ બાદ શરુ થશે અને 21 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી રમાશે. લીગમાં આ વર્ષે કોલંબો, ગલ, દામ્બુલા, જાફના અને કેંન્ડી મળીને કુલ 5 ફ્રેન્ચાઈજી ટીમ ભાગ લેશે. જેમાં કુલ 23 મેચ આ ટૂર્નામેન્ટમાં રમાશે. લંકા પ્રીમિયર લીગની મેચ હમ્બનટોટાના મહિંદા રાજાપક્ષે સ્ટેડિયમ અને કેન્ડીના પાલ્લેકલ સ્ટેડિયમમાં રમાશે.


તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરુઆતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેનાર ઈરફાને ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK