વિન્ડીઝે પહેલા દિવસે બતાવ્યો દમ: ઇંગ્લૅન્ડના 4 વિકેટે 78 ઓવરમાં 230 રન
પ્લેયર
ઇંગ્લૅન્ડ સામેની ગઈ કાલથી શરૂ થયેલી અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મૅચમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેમનો આ નિર્ણય તેમને માટે લાભદાયી સાબિત થયો હતો. પહેલી ઓવરના છેલ્લા બૉલમાં કિમાર રોચ ડોમ સિબ્લીને ઝીરો રન પર પૅવિલિયનભેગો કરી દીધો હતો. ઓપનર રોરી બ્રુન્સ ૫૭ રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ ૨૦ રન કરીને કેમાર રોચનો શિકાર બન્યો હતો. રોરીની ક્રિકેટ પડ્યા બાદ જોસ બટલર અને ઓલી પોપે ટીમની કમાન સંભાળી હતી. ૭૮ ઓવરમાં પોપ ૭૩ રન અને બટલર ૪૬ રન કરીને રમી રહ્યા છે.