Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધરમશાલામાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 ટક્કર

ધરમશાલામાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 ટક્કર

15 September, 2019 11:01 AM IST | ધરમશાલા

ધરમશાલામાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 ટક્કર

મિલર-ગન ગાજશે? : પ્રૅક્ટિસ વખતે માથે ટૉવેલ વીંટાળીને બે બૅટ સાથે અલગ અંદાજમાં સાઉથ આફ્રિકન ડેવિડ મિલર જોવા મળ્યો હતો.

મિલર-ગન ગાજશે? : પ્રૅક્ટિસ વખતે માથે ટૉવેલ વીંટાળીને બે બૅટ સાથે અલગ અંદાજમાં સાઉથ આફ્રિકન ડેવિડ મિલર જોવા મળ્યો હતો.


આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ઑડિશન શરૂ : ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપમાં નબળા પર્ફોર્મન્સની નિરાશા ખંખેરીને આફ્રિકનો ફરી મેદાન ગજવવા તત્પર : ઘરઆંગણે ટીમ ઇન્ડિયા ટી૨૦માં આફ્રિકનો સામે બન્ને મૅચ હારી ગયું છે.

કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં યુવા અને ટૅલન્ટેડ ભારતીય ટીમ આજે ધરમશાલામાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી૨૦માં ટકરાશે. આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ આશરે વીસેક જેટલી મૅચ રમી શકે એમ હોવાથી આ સિરીઝમાં યુવા અને ટૅલન્ટેડ ખેલાડીઓ માટે એક પ્રકારના ઑડિશન સમાન બની રહેશે. કૅપ્ટન કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી પણ એક મજબૂત ટીમ ઘડવા આ સિરીઝમાં દરેક ખેલાડીઓના પર્ફોર્મન્સ પર બાજ નજર રાખશે.



ટીમને અનેક લૅન્ડમાર્ક હાસિલ કરાવી આપનાર કૅપ્ટન કોહલી હવે ઘરઆંગણે ટી૨૦માં આફ્રિકા સામે જીતનું ખાતું ખોલવી આપવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. ભારતમાં બન્ને દેશો વચ્ચે ૨૦૧૫માં ૩ મૅચની ટી૨૦ સિરીઝ રમાઈ હતી અને એ આફ્રિકનોએ ૨-૦થી જીત લીધી હતી. એક મૅચ રદ થઈ હતી. બન્ને દેશો વચ્ચે ઓવરઑલ કુલ ૬ ટી૨૦ ઇન્ટરનૅશનલ ટક્કરમાં પણ આફ્રિકનો ૪-૨થી આગળ છે.


pitch

રંગમાં પડી શકે છે ભંગ : ગઈ કાલે વરસાદનાં ઝાપટાંઓને લીધે પિચને ઢાંકી રાખવામાં આવી હતી. આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


ભારત જોશમાં, ડિ કૉકને રોકવો જરૂરી

છેલ્લે વેસ્ટ ઇન્ડિઝ સામે ૩-૦થી જીત મેળવીને ભારતીય ટીમ જોશમાં મેદાનમાં ઊતરશે. જોકે ક્વિન્ટન ડી કૉક અને કૅગિસો રબાડા જેવા ખેલાડીઓ સામે યુવા ભારતીય ખેલાડીઓની ખરી પરીક્ષા થશે. ડી કૉકનો ભારત સામે રેકૉર્ડ લાજવાબ છે એટલે આફ્રિકનોને નમાવવા ડિ કૉકને વહેલો પૅવિલિયન ભેગો કરવો ખૂબ જરૂરી છે. ડી કૉક ઉપરાંત ડેવિડ ‌મિલર પણ આઇપીએલને લીધે ભારતીય પિચો પર રમવાનો સારો અનુભવ ધરાવે છે અને એ પણ ગમે ત્યારે એકલેહાથે બાજી ફેરવી નાખવા સક્ષમ છે. આફ્રિકનોને મિડલ ઑર્ડરમાં ફૅફ ડુ પ્લેસીની કમી મહેસૂસ થશે. બોલિંગમાં યુવા પેસબોલર રબાડા તરખાટ મચાવી શકે છે. આઇપીએલમાં દિલ્હી વતી રમતાં રબાડાએ લાજવાબ પર્ફોર્મન્સ સાથે છેલ્લે સુધી ટૉપમાં હતો. ઇન્જરીને લીધે વહેલો સ્વદેશ ભેગો થઈ જતાં તે પર્પલ કૅપનું માન નહોતો મેળવી શક્યો. ઉપરાંત યુવા ટેમ્બા બાવુમા અને ઍનરિક નાર્જે તેમની ટૅલન્ટ બતાવવા તત્પર હશે.

નંબર ફોર માટે પાંડે યા અય્યર?

ટીમ ઇન્ડિયા માટે હંમેશાં હૉટ સવાલ રહેલો નંબર ફોર પર કોણ? આ સિરીઝમાં પણ સામે આવશે. ઘણા સમયથી ટીમ સાથે જોડાયેલો મનીષ પાન્ડે અનેક ચાન્સ છતાં હજી ટીમમાં તેનું સ્થાન નિશ્ચિ‌ત નથી કરી શક્યો. ટીમ મૅનેજમેન્ટ વેસ્ટ ઇન્ડિઝમાં વન-ડે સિરીઝમાં શાનદાર પર્ફોર્મન્સ બદલ મુંબઈકર શ્રેયસ અય્યરને મોકો આપી શકે છે.

આ પણ વાંચો : ઍન્ડ્રે રસેલને હેલ્મેટ પર બૉલ વાગ્યો, પણ ઈજા ગંભીર નથી

સ્પિનરોની ભરમાર, કોને મળશે ચાન્સ?

યઝુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સફળ જોડીને આરામ આપીને ટીમમાં અનુભવી રવીન્દ્ર જાડેજા સાથે યુવા રાહુલ ચહર, કુણાલ પંડ્યા અને વૉશિંગ્ટન સુંદરને મોકો આપ્યો છે. આ ચારમાંથી આજે ટીમમાં કોને ચાન્સ મળે છે અને એનો તે કેટલો ફાયદો ઉઠાવે છે એ જોવું રસપ્રદ બની રહેશે. પેસ બોલિંગ વિભાગમાં પણ જ‌સપ્રીત બુમરાહને આરામ આપીને યુવા ખેલાડીઓને તક આપી છે. દીપક ચાહર, નવદીપ સૈની, ખલીલ અહમદ માટે હવે દરેક મૅચ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 11:01 AM IST | ધરમશાલા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK