વૉર્નર 2.0 બૅન બાદ જબરદસ્ત કમબૅક કરીને ફટકારી પહેલી ત્રિપલ સેન્ચુરી

Published: Dec 01, 2019, 11:13 IST | Adelaide

પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ બીજા દિવસે ત્રણ વિકેટે ૫૮૯ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. ટોટલ રનમાંથી ઓપનિંગ બૅટ્સમેન ડેવિડ વૉર્નરની નૉટઆઉટ 335 રનની ધમાકેદાર ઇનિંગ સામેલ હતી.

ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર

(આઇ.એ.એન.એસ) પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ બીજા દિવસે ત્રણ વિકેટે 589 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. ટોટલ રનમાંથી ઓપનિંગ બૅટ્સમેન ડેવિડ વૉર્નરની નૉટઆઉટ 335 રનની ધમાકેદાર ઇનિંગ સામેલ હતી. માર્નસ લબુશેન 162 રને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો.

ટ્રિપલ સેન્ચુરી મારીને વૉર્નરે અનેક નવા રેકૉર્ડ સરજ્યા હતા. ટ્રિપલ સેન્ચુરી કરનારો વૉર્નર ઑસ્ટ્રેલિયાનો સાતમો પ્લેયર બન્યો છે અને તેણે સર ડૉન બ્રૅડમૅન અને માર્ક ટેલરનો 334 રનનો રેકૉર્ડ તોડ્યો છે. સૅન્ડપેપર દ્વારા બૉલને ટેમ્પરિંગ કરવાથી વૉર્નર અને સ્ટીવ સ્મિથને એક વર્ષ માટે બૅન કરવામાં આવ્યા હતા. કમબૅક બાદ સ્મિથે તરત જ પર્ફોર્મન્સ દેખાડી દીધો હતો, પરંતુ વૉર્નર સતત નિરાશાનો ભોગ બન્યો હતો. જોકે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં તેણે 335 રન કરી વૉનર 2.0નો પરચો દેખાડી દીધો હતો. પહેલી ઇનિંગમાં પાકિસ્તાનની પારીએ 96 રન કરવામાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. બાબર આઝમ 43 અને યાસીર શાહ ૪ રન કરી ક્રીઝ પર છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં લગભગ ત્રણ વર્ષ પછી કોઈ ક્રિકેટરે ટ્રિપલ સેન્ચુરી મારી છે. છેલ્લે ભારતના કરુણ નાયરે ઇંગ્લૅન્ડ સામે ડિસેમ્બર 2016 માં ટ્રિપલ (303 રન )સેન્ચુરી મારી હતી. જ્યારે કોઈ ડાબોડી બૅટ્સમૅને લગભગ સાડાપાંચ વર્ષ પછી ટ્રિપલ સેન્ચુરી મારી છે. છેલ્લે શ્રીલંકાના કુમાર સંગકારાએ ફેબ્રુઆરી 2014 માં બંગલા દેશ સામે 319 રન કર્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK