Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Video: ધોનીનો સાક્ષી અને ઝિવા સાથેનો ડાન્સ વીડિયો વાયરલ, CSKએ કર્યો શૅર

Video: ધોનીનો સાક્ષી અને ઝિવા સાથેનો ડાન્સ વીડિયો વાયરલ, CSKએ કર્યો શૅર

26 November, 2020 07:38 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Video: ધોનીનો સાક્ષી અને ઝિવા સાથેનો ડાન્સ વીડિયો વાયરલ, CSKએ કર્યો શૅર

ધોની (ફાઇલ ફોટો)

ધોની (ફાઇલ ફોટો)


ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન અને સ્ટાર ક્રિકેટર રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના જુદાં જુદા રૂપ તમે જોઇ ચૂક્યા છો, પણ તેને ઉત્સાહમાં ડાન્સ કરતો તમે કદાચ જ પહેલા ક્યારેક જોયો હશે. પત્ની સાક્ષી અને દીકરી ઝિવા સાથે ધોની હાલ દુબઈમાં રજાઓ ઉજવી રહ્યો છે. આ દરમિયાન એક ફંકશનમાં ધોની પત્ની અને દીકરી સાથે મન મૂકીને ડાન્સ કરતો જોવા મળ્યો, તેના પછી તેણે મિત્રો સાથે પણ ડાન્સ કર્યો. ચેન્નઇ સુપર કિંગ્સ(CSK)ના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે.

સીએસકેએ આ વીડિયો શૅર કરતા રસપ્રદ કૅપ્શન પણ લખ્યું છે, "શું આ વીડિયો જોતાં તમે લોકો પોતાને હસતા અટકાવી શકો છો? સહેજ પણ નહીં. (Definitely Not)." તાજેતરમાં જ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાં રમતો જોવા મળ્યો હતો. ધોનીએ સીએસકેની કેપ્ટનશિપ કરી હતી. આ વર્ષ સીએસકે માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો અને આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે સીએસકેની ટીમ પ્લેઑફ સુધી પણ પહોંચી શકી નહીં. સીએસકેની છેલ્લી મેતમાં જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે છેલ્લીવાર રમતો જોવા મળશે? ત્યારે જવાબમાં તેણે કહ્યું હતું, "Definitely Not (બિલકુલ નહીં)"



 
 
 
View this post on Instagram

A post shared by Chennai Super Kings (@chennaiipl)


IPLમાં સીએસકેની લીગ મેચ ખતમ થયા પછી ધોની ભારત પાછો આવ્યો હતો. થોડાંક દિવસ રાંચી રહ્યા પછી તે પોતાના પરિવાર સાથે રજા પર દુબઇ ગયો છે.


આ પણ વાંચો : ધોની વેચી રહ્યો છે 40 રૂપિયા કિલો ટામેટા, જાણો કેમ?

ધોનીએ આ વર્ષે 15 ઑગસ્ટના ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે પોતાની છેલ્લી મેચ જુલાઇ 2019માં રમી હતી. 2019 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની હાર ધોનીના કરિઅરની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 07:38 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK