Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૌતમ ગંભીરે દાન કર્યા એક કરોડ રૂપિયા

ગૌતમ ગંભીરે દાન કર્યા એક કરોડ રૂપિયા

30 March, 2020 03:22 PM IST | Mumbai Desk
IANS

ગૌતમ ગંભીરે દાન કર્યા એક કરોડ રૂપિયા

ગૌતમ ગંભીરે દાન કર્યા એક કરોડ રૂપિયા


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર અને સંસદસભ્ય ગૌતમ ગંભીરે કોરોના વાઇરસ સામેની લડતમાં મદદરૂપ થવા પોતાના એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ અકાઉન્ટમાંથી એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 

આ સંદર્ભે જાણકારી આપતાં ગૌતમે કહ્યું કે ‘આ એ સમય છે જ્યારે આપણે દેશના રિસોર્સનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરવાનો છે. લોકોના ઇલાજમાં મદદ મળી રહે એ માટે ­­મેં મારા પીએમ લોકલ એરિયા ડેવલપમેન્ટ અકાઉન્ટમાંથી એક કરોડ રૂપિયા રિલીઝ કર્યા છે. આ ઉપરાંત મેં સેન્ટ્રલ રિલીફ ફન્ડમાં મારો એક મહિનાનો પગાર પણ ડોનેટ કર્યો છે. આપણે બધા સાથે છીએ.’



થોડા દિવસ અગાઉ પણ ગૌતમ ગંભીર ફાઉન્ડેનશને ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવાના ભાગરૂપે ફૂડ-પૅકેટ ડોનેટ કર્યા હતા. ખેલપ્રધાન કિરેન રિજીજુએ પણ પીએમ લોકલ એરિયા ડેવલપમેન્ટ અકાઉન્ટમાંથી એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 03:22 PM IST | Mumbai Desk | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK