Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિવારે હાઇએસ્ટ સેન્ચુરી કરનાર બૅટ્સમૅન છે સચિન

રવિવારે હાઇએસ્ટ સેન્ચુરી કરનાર બૅટ્સમૅન છે સચિન

24 April, 2019 11:37 AM IST |
ચિરાગ દોશી

રવિવારે હાઇએસ્ટ સેન્ચુરી કરનાર બૅટ્સમૅન છે સચિન

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર


અઠવાડિયાના સાતેય દિવસમાં રવિવારે સચિને વન-ડેમાં સૌથી વધુ ૧૨ સેન્ચુરી ફટકારી છે જે એક વર્લ્ડ રેકૉર્ડ છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં માસ્ટરબ્લાસ્ટરનું નામ ક્રિકેટના ૧૯ વિશ્વવિક્રમને કારણે રજિસ્ટર છે.

ભારતનો વર્તમાન કૅપ્ટન વિરાટ કોહલી ભલે એક-બે વર્ષમાં સચિનનો ૧૦૦ ઇન્ટરનૅશનલ સેન્ચુરીનો એવરેસ્ટ જેવો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખે, પરંતુ માસ્ટરબ્લાસ્ટર માટે લોકોનો પ્રેમ અને આદર હંમેશાં અકબંધ રહેશે. સચિને ૧૯૮૯માં કરાચીમાં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું અને ઇમરાન ખાન, વસિમ અકરમ અને વકાર યુનિસ જેવા ઝંઝાવાતી બોલરોનો નીડરતાપૂર્વક સામનો કર્યો હતો. સિયાલકોટ ટેસ્ટમાં બૉલ તેના નાક પર વાગ્યો હતો અને લોહી નીકળ્યું હોવા છતાં સ્વસ્થ થઈને તેણે ફિફ્ટી પૂરી કરી હતી.



૧૯૯૯ના વર્લ્ડ કપમાં પિતાની અંતિમ વિધિ પૂરી કરીને તરત કેન્યા સામે વર્લ્ડ કપ મૅચ રમવા પાછો ફયોર્ એ દેખાડે છે કે તેને માટે દેશ પહેલાં, પરિવાર પછી છે. વર્લ્ડ કપ જીતવાનું નાનપણથી જોયેલું ડ્રીમ ૨૦૧૧માં પૂરું થયું હતું જેમાં તેણે પોતે સેકન્ડ હાઇએસ્ટ ૪૮૨ રન ફટકાર્યા હતા. ૨૦૧૩માં તે ૨૦૦ ટેસ્ટ રમનાર વિશ્વનો પહેલો અને એકમાત્ર ખેલાડી બન્યો હતો. તેણે દરેક મોટી બ્રૅન્ડને ઍન્ર્ડોસ કરી છે. વિશ્વનાં ૯૫ ગ્રાઉન્ડ પર બૅટિંગ કરી છે જે એક વર્લ્ડ રેકૉર્ડ છે.


ટેસ્ટ ક્રિકેટમાં ૯૯.૯૪ની મૅજિક ઍવરેજ ધરાવનાર ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રૅડમૅન સાથે ૧૯૯૮માં મુલાકાત કરવાનો તેને મોકો મળ્યો હતો. ઘણાબધા રેકૉર્ડ આજની તારીખમાં તેના નામે છે. ભારત રત્ન સહિત ભારતનાં તમામ નાગરિક સન્માન તેણે મેળવ્યાં છે છતાં તેનામાં ક્યારેય અહંકાર આવ્યો નથી. પગ હંમેશાં જમીન પર રાખવા જોઈએ એ આ વાત તે બખૂબી સમજે છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ૨૦૧૫માં વર્લ્ડ કપનો તે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો હતો જે સાબિત કરે છે કે તેની લોકપ્રિયતાથી કોઈ પણ ટુર્નામેન્ટની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ) વધી શકે છે. ગિનેસ વર્લ્ડ રેકૉડ્સર્માં તેના નામે ૧૯ વર્લ્ડ રેકૉર્ડ રજિસ્ટર્ડ થયા છે.

૬૪ વર્ષના ડૉક્ટર પાસે સચિનની સ્પેશ્યલ સિરિયલ નંબર વાળી નોટોનું છે કલેક્શન


વર્લ્ડમાં સચિનના લાખો નહીં, કરોડો ફૅન્સ છે જે સચિન માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. યુપીનો સુધીરકુમાર ગૌતમ જે ૨૦૦૭થી દરેક મૅચમાં શરીર પર ભારતનો તિરંગો અને ‘તેન્ડુલકર’ પેઇન્ટ કરીને સ્ટેડિયમમાં ટીમ-ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા જાય છે. આવા જ એક ડાઇ-હાર્ટ ફૉલોઅર છે સાંતાક્રુઝમાં રહેતા ૬૪ વર્ષના હોમિયોપથી ડૉક્ટર જવાહર શાહ. તેમણે સ્પેશ્યલ કરન્સી નોટનું કલેક્શન કર્યું છે. તેમણે સચિનના યાદગાર સિદ્ધિ મેળવવાના દિવસની તારીખોવાળી જૂની અને નવી કરન્સી નોટો કલેક્ટ કરી છે. ધારો કે સચિને ૧૫ નવેમ્બર ૧૯૮૯માં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું તો જવાહરભાઈએ ‘૧૫૧૧૧૯૮૯’ સિરિયલ નંબરવાળી નોટ ક્લેકટ કરી હતી. આવી ઢગલાબંધ સ્પેશ્યલ નંબરવાળી નોટ તેમણે ક્લેકટ કરીને એક મોટી બુક બનાવી છે અને આ બુકમાં તેઓ સચિનના ઓટોગ્રાફ લઈને ઑક્શન કરવા માગે છે અને એની સંપૂર્ણ રકમ તેઓ જોઈ ન શકતા લોકોના ભલા માટે વાપરવા માગે છે. તેઓ જૈનોના મહારાજસાહેબોની સારવાર ફ્રી કરે છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સચિન બીજા પ્લેયરો કરતાં ઘણો વિવેકી છે. તે ક્યારેય કોઈ વિવાદમાં નથી પડતો. તેણે ક્યારેય કોઈ વિશે ખોટી ટીકા નથી કરી. તેના રેકૉર્ડ્સ તો કાલે કોહલી કે બીજું કોઈ તોડી નાખશે, પણ તેના જેવું ચરિત્ર બીજા કોઈ ખેલાડીમાં નહીં મળે.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 11:37 AM IST | | ચિરાગ દોશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK