Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિન્ડીઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર

વિન્ડીઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર

15 July, 2019 08:27 PM IST | Mumbai

વિન્ડીઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર

વિન્ડીઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર


Mumbai : ICC Cricket World Cup 2019 પુર્ણ થઇ ગઇ છે અને ઇંગ્લેન્ડ ચેમ્પિયન બની ગયું છે. હવે ભારતીય ટીમ પોતાની આગામી ટુર્નામેન્ટને લઇને તૈયારીઓમાં લાગી જશે. ભારતનો હવે ક્રિકેટ પ્રવાસ વેસ્ટ ઇન્ડિઝ સામે રહેશે. જેને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ 19 જુલાઇના રોજ એટલે કે શુક્રવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરશે. મહત્વનું છે કે આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત સમયે તમામની નજર ધોની પર રહેશે.

ધોની પર 19 જુલાઇના રોજ લેવાઇ શકે છે નિર્ણય
ICC વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં 9 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ધોનીના ભવિષ્યને લઈને ચર્ચા શરૂ થઈ હતી. જોકે હજુ સુધી કન્ફોર્મ નથી કે 38 વર્ષીય ધોની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે કે ક્રિકેટને અલવિદા કહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ પ્રશાસકોની સમિતિ (COA) સાથે મુલાકાત બાદ પીટીઆઈને કહ્યું, 'પસંદગીકારો મુંબઈમાં 19 જુલાઈએ બેઠક કરશે. અમે હજુ ધોની પાસેથી કંઇ સાંભળ્યું નથી, પરંતુ ખેલાડી અને પસંદગીકાર વચ્ચે શું વાતચીત થશે તેનું મહત્વ છે.' જો તમે મને પૂછશો કે તો ધોનીએ વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કર્યું છે. માત્ર તે નિર્ણય કરી શકે છે તેણે આગળ રમવું છે કે નહીં.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે સુકાની વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ત્રણ-ત્રણ મેચોની ટી
20 અને વનડે સિરીઝમાંથી આરામ આપશે.તો બીજી તરફ બંન્ને 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરશે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ઉપલબ્ધતા વિશે હજુ સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. ધવન ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 08:27 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK