બિગ બૉસ ૫ના હાઉસમાં બંધ થતાં પહેલાં સાયમંડ્સની ખુલ્લી વાતો

Published: 7th December, 2011 09:43 IST

ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી ઍન્ડ્ર્યુ સાયમંડ્સ ‘બિગ બૉસ ૫’ રિયલિટી શોમાં ભાગ લેવા ભારત આવ્યો છે. જોકે ગઈ કાલની મુંબઈની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે ટીમ ઇન્ડિયા અને સચિન તેન્ડુલકરને લગતા અભિપ્રાયો આપ્યા પછી હરભજન સિંહ વિશે થોડા મજાકભર્યા નિવેદનો પણ આપ્યા હતા.સાયમંડ્સે પેટછૂટી વાતો કરતા કહ્યું હતું કે ‘ભારતની સ્ટ્રૉન્ગ ટીમને ઑસ્ટ્રેલિયામાં આ વખતે પહેલી વાર ટેસ્ટસિરીઝ જીતવાનો સારો મોકો હોવાની ઍડમ ગિલ્ક્રિસ્ટની વાત સાથે હું સહમત છું. તેઓ ઑસ્ટ્રેલિયાની યંગ ટીમ પર સારુંએવું પ્રેશર લાવી શકશે. મને ખાતરી છે કે મુંબઈ ઇન્ડિયન્સનો મારો કૅપ્ટન સચિન ઑસ્ટ્રેલિયામાં ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી કરશે જ. મુંબઈ ઇન્ડિયન્સના મારા સાથી હરભજન સાથે હવે મારા ઘણા સારા સંબંધો છે. અમે પાર્ટીઓમાં ભેગા મળીને મોજમજા કરીએ છીએ. અમારી વચ્ચે હવે કોઈ અણબનાવ નથી. આઇપીએલમાં તેની સાથે રમવાની પણ ખૂબ મજા આવે છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK