અશ્વિન-બૉથમથી આગળ નીકળી ગયો ઍન્ડરસન

Published: Jan 06, 2020, 16:59 IST | Mumbai Desk

૨૮ વખત ટેસ્ટ મૅચની એક ઇનિંગમાં લીધી ૫ વિકેટ

ઇંગ્લૅન્ડના પેસર જેમ્સ ઍન્ડરસને ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મૅચમાં ૨૮મી વાર પાંચ વિકેટ લઈને રવિચંદ્રન અશ્વિન અને ઇયાન બૉથમનો રેકૉર્ડ તોડ્યો છે. રવિચંદ્રન અશ્વિન અને ઇયાન બૉથમે ટેસ્ટ મૅચમાં કુલ ૨૭ વાર એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનો વિક્રમ સરજ્યો હતો. ઉક્ત પરાક્રમ કરી ઍન્ડરસન ટેસ્ટ મૅચમાં પાંચ વિકેટ લેનાર પ્લેયરોમાં આઠમા ક્રમે પહોંચ્યો છે. આ પ્લેયરોની યાદીમાં શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરન ટૉપ પર છે જેણે ૬૭ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK